Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ અને CNG નહીં:વાહનમાં ચેડાં કર્યા હશે તો ઇંધણ ન આપવા આદેશ, નિયમનો ભંગ કરનાર સામે FIR થશે; રાજકોટ CPનું જાહેરનામું

    9 hours ago

    રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં વાહન માલિકો દ્વારા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખી, ભુસી નાખી કે ચેડાં કરીને વાહન ચલાવવા પર રોક લગાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પોલીસ કમિશનર દ્વારા 'નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં'ના સૂત્ર સાથે કડક જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે, ગુજરાતમાં આ હુકમ મુજબ રાજકોટ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપ સંચાલકો તથા કર્મચારીઓને સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના કોઈ પણ વાહનમાં ઈંધણ પૂરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનાર સામે ફરિયાદ કરાશે. આ જાહેરનામું તા. 17 ઓગસ્ટ, 2026થી 16 ઓક્ટોબર, 2027 સુધી અમલમાં રહેશે. આ કારણથી CPએ લગાવ્યો પ્રતિબંધ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, મોટા ભાગે સીસીટીવીથી મળતા ઈ-ચલણથી બચવા નંબર પ્લેટ કાઢી દેવામાં આવે છે અને ચેડાં કરવામાં આવે છે. જેના પરિણામે બેફાન અને ગફલતભર્યું ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ તથા મોટર વાહનની જોગવાઈના ગંભીર ઉલ્લંઘનને પ્રોત્સાહન મળે છે. HSRP રજીસ્ટ્રેશન નંબર વગરના વાહનો જાહેર વ્યવસ્થા, સલામતી તથા રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર અને તાત્કાલિક જોખમ ઊભું કરે છે. કારણ કે, ઓળખ વગરના આવા વાહનોનો ઉપયોગ હીટ એન્ડ રન અકસ્માતો, ચેઇન સ્નેચિંગ, લૂંટ, ધાડ તથા સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ જેવા ગંભીર ગુનાઓ આચરવામાં થતું હોવાનું ધ્યાને આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    AMC ફૂડ વિભાગની કાર્યવાહી:શહેરમાં ડેરીમાં એનાલોગ પનીરનું વેચાણ થતાં બે ડેરી સીલ, જગતપુરમાં મુંબઈયા વડાપાવની દુકાન સીલ કરાઈ
    Next Article
    Called 'Nature's Ozempic', This Ancient Ayurvedic Ingredient Is Suddenly Everywhere

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment