Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ દ્વારકામાં ગાંજા સાથે એક ઝડપાયો:રૂ. 19,170નો જથ્થો જપ્ત, અન્યની શોધખોળ ચાલુ

    9 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાંથી એસ.ઓ.જી. ટીમે 54 વર્ષીય મહિપતસિંહ મનુભા જાડેજાને 383.4 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે ₹19,170 આંકવામાં આવી છે. જિલ્લા એસ.ઓ.જી. પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમ કલ્યાણપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઈ. કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા અને સુમાતભાઈ ભાટીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે ખાખરડા ગામમાં ખેતી સાથે સંકળાયેલા મહિપતસિંહ મનુભા અભેસંગ જાડેજાના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમના ઘરમાંથી કુલ 383.4 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો હતો. આ મામલે વધુ પૂછપરછ કરતા જામનગરમાં રહેતા દિનેશ ગોજીયા નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે તેની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે અને તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ દાહોદને ₹367.78 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી:સિંગવડમાં સેવા સદન, ગરબાડામાં એકલવ્ય સ્કૂલનું લોકાર્પણ; GIDCનું પણ ખાતમુહૂર્ત
    Next Article
    Kheda News | કિંજલ રબારીના પ્રકરણ બાદ વધુ એક વીડિયો વાયરલ | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment