Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વલી મટકાના જુગાર પર દરોડો:આઠ જુગારીઓ ઝડપાયા, ₹36,290નો મુદ્દામાલ જપ્ત

    19 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વલી મટકાના જુગાર પર દરોડો પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં વલી મટકાનો પૈસાની હારજીતનો જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹36,290નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ LCB તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી. ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રોહીબિશન અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગરના ગુપ્તરાવાળી ચોક પાસે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં વલી મટકાના આંકડા દ્વારા પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા ₹19,290, સાત મોબાઇલ ફોન (કિંમત ₹17,000), વલી મટકાના આંકડા લખેલી 19 ચીઠીઓ, વલીના આંકડા લખવાની 2 ડાયરીઓ અને 2 બોલપેન સહિત કુલ ₹36,290નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગારમાં પકડાયેલા આરોપીઓમાં રણજીતસિંહ માવુભા ઝાલા (રહે. સુરેન્દ્રનગર, દાળમીલ રોડ, ધીરુભાઈની વાડી પાસે, સોમનાથ પાર્ક), કૃપાલસિંહ રણજીતસિંહ ઝાલા (રહે. સુરેન્દ્રનગર, દાળમીલ રોડ, ધીરુભાઈની વાડી પાસે, સોમનાથ પાર્ક), ઇકબાલભાઈ અલ્લારખભાઈ સિંધી (રહે. સુરેન્દ્રનગર, કૃષ્ણનગર, મકાન નં. 1213, તા. વઢવાણ), ચાંદુભાઈ ગોરધનભાઈ બારૈયા (રહે. સુરેન્દ્રનગર, જૂની હાઉસીંગ બોર્ડ 159), નરોતમભાઈ રાજાભાઈ રાઠોડ (રહે. નાના અંકેવાળીયા, તા. લખતર, જી. સુરેન્દ્રનગર), પપ્પુભાઈ ભાકાભાઈ પરમાર (રહે. સુરેન્દ્રનગર, ફીરદોસ સોસાયટી, ચારમાળીયાના કમ્પાઉન્ડના ઝૂંપડામાં), દીપકભાઈ મનભાઈ તુવર (રહે. સુરેન્દ્રનગર, મેઘારીબાગ, ભારતપરા, સ્નાનાગાર પાસે, તા. વઢવાણ) અને અબ્દુલભાઈ ઇસ્માઇલભાઈ મોવર (રહે. સુરેન્દ્રનગર, કૃષ્ણનગર, મહાદેવના મંદિર પાસે 970ની બાજુમાં) નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    શનિ-રવિવારે ઉધના સ્ટેશન પર ટેન્શન:મુસાફરોને ચોક્કસ ચેનલ દ્વારા જ પ્લેટફોર્મ સુધી પ્રવેશ આપવામાં આવશે, 2 કિમી લાંબી કતારોને ખાળવા બેરિકેડિંગ
    Next Article
    અમદાવાદમાં યુવકના કપડા ઊતારી ઢોર માર માર્યો, VIDEO:સાત વર્ષના બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ, સ્થાનિકોએ યુપીના શિવમ યાદવને ઝડપી પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment