Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંબર વગરની બાઈક અને અલગ એન્જિન સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો:વેરાવળમાં ₹35 હજારનો મુદ્દામાલ કબજે; આધાર-પુરાવા ન મળતાં તપાસ, ચોરાયેલી ₹40 હજારની બાઈક માલિકને પરત

    8 hours ago

    ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન વેરાવળના ત્રિવેદીના કાંટા પાસેથી નંબર પ્લેટ, એન્જિન નંબર અને ચેસિસ નંબર વગરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ તથા અલગથી હીરો કંપનીનું એન્જિન મળી આવતાં પોલીસે રાજકોટના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે બંને વસ્તુઓ મળી કુલ ₹35હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ત્રિવેદીના કાંટા નજીક રોડ પરથી એક શંકાસ્પદ ઇસમને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસે રહેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલમાં નંબર પ્લેટ ઉપરાંત એન્જિન નંબર અને ચેસિસ નંબર પણ મળી આવ્યા નહોતા. સાથે જ હીરો કંપનીનું અલગ મોટરસાઇકલ એન્જિન પણ મળી આવ્યું હતું. પોલીસે મોટરસાઇકલની કિંમત ₹20 હજાર અને અલગ એન્જિનની કિંમત ₹15 હજાર મળી કુલ ₹35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા રોનક રાજુભાઈ કાનાણીને ઝડપી પાડી BNSS કલમ 35(1)(ડી) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાહન અને એન્જિન અંગેના આધાર-પુરાવા ન મળતાં તેના મૂળ સ્ત્રોત સહિતની બાબતો અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ કામગીરીમાં ASI વજુભાઈ ચાવડા, રણજીતસિંહ પરબતભાઈ, પ્રદીપ ખેર,દીપક અખિયા,મયુરસિંહ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ગુમ થયેલી ₹40હજારની બાઈક મૂળ માલિકને પરત બીજી તરફ વેરાવળ સીટી પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલી મોટરસાઇકલ શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપી પ્રજાલક્ષી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વેરાવળ તાલુકાના ડાભોર ગામે રહેતા 18વર્ષીય જીગરભાઈ કાંતિભાઈ બારિયાની માલિકીની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ (નંબર GJ-11-R-6781) તા.17 નવેમ્બરના રોજ સાંજે 7થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન વેરાવળના મહિલા મંડળ, કસ્તુરબા રોડ પર પાર્ક કરેલી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ મોટરસાઇકલ લઈ ગયો હતો. આ બનાવને ગંભીરતાથી લઈ સર્વેલન્સ સ્ક્વોડે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ મથુરભાઈ સોલંકી અને કોન્સ્ટેબલ મયુરસિંહ ગોહિલે બાતમી અને તપાસના આધારે ₹40 હજારની કિંમતની મોટરસાઇકલ શોધી કાઢી મૂળ માલિક જીગરભાઈને પરત સોંપી હતી.
    Click here to Read More
    Previous Article
    લીલી પરિક્રમામાં મંત્રી કૌશિક વેકરિયાએ બોરદેવીના દર્શન કર્યાં:બાઈક પર સવારી કરી અન્નક્ષેત્રોની મુલાકાત લીધી, સેવાભાવી સંસ્થાઓની કામગીરીને બિરદાવી
    Next Article
    લગ્ન બાદ 19 વર્ષથી સાસરી પક્ષના ત્રાસથી અંતિમ પગલું ભર્યું:વડિયા તાલુકાના નાજાપુરમાં પરિણીતાએ કંટાળી ઝેર પીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment