Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ શહેર પોલીસ બેડામાં ફેરફાર:એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવતા વધુ 19 કર્મીઓની આંતરિક બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    7 hours ago

    રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 17 સપ્ટેમ્બરના રોજ એક સાથે 19 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. ગત મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા 226 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી અને હવે ફરી બાકી રહેલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવશે જેનો લીથો તૈયાર છે જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત 9 સપ્ટેમ્બરના રોજ 17 PSIની આંતરિક બદલી કરવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 19 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં પોલીસ સ્ટેશન, હેડ ક્વાર્ટર તેમજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કર્મીઓને ક્રાઇમ બ્રાન્ચ, SOG, EOW, તથા પેરોલ ફર્લો સ્ક્વોડમાં બદલી કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ શાખામાં એક સ્થળ પર 4 કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ 8 લીથા જાહેર કરવામાં આવ્યા તેમાં કુલ 226 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં 49 પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલીસ કર્મીની બદલી કરવામાં આવી હતી. આ પછી 4 ઓગસ્ટના રોજ ચોથો લીથો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ 32 પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી હતી. જ્યારે 10 ઓગસ્ટે વધુ 42 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી અને આજે અલગ અલગ 2 લીથામાં 19 કર્મીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગત 9 સપ્ટેમ્બરના રોજ 17 પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી હતી જયારે 11 માર્ચના રોજ 53 PSIની બદલી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:બોલેરોની અડફેટે સગીરનું મોઢું છુંદાયું, PM મોદીના જન્મદિવસની ઉજવણીનો વિરોધ, રાજકોટમાં ચાર દિવસમાં બીજી હત્યા
    Next Article
    ભગવાન ઝુલેલાલના ચાલિસા વ્રતની પૂર્ણાહુતિ નિમિતે શોભાયાત્રા:40 દિવસના કઠોર ઉપવાસ બાદ ભગવાન ઝુલેલાલના ચાલિસા વ્રતની ઉજવણી કરાઈ, શોભાયાત્રામાં ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment