Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો:વિશાળ ટ્રોલર સાથે અથડામણમાં મોત થયાની પ્રાથમિક આશંકા, પોસ્ટમોર્ટમ બાદ દરિયાકાંઠે જ દાટી દેવાશે

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના દરિયાકાંઠે સોમવારે અંદાજે 40 ફૂટ લાંબી મહાકાય હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવતા ભારે કુતૂહલ સર્જાયું હતું. વિશાળકાય વ્હેલને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા દરિયાકાંઠે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં વ્હેલ શાર્ક નહીં, હમ્પબેક વ્હેલ હોવાનું સામે આવ્યું મહાકાય મૃતદેહ દરિયાકાંઠે તણાઈ આવ્યા બાદ શરૂઆતમાં તેને વ્હેલ શાર્ક હોવાનું માનવામાં આવ્યું હતું. જોકે, વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતા આ વ્હેલ શાર્ક નહીં પરંતુ હમ્પબેક વ્હેલ પ્રજાતિની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. આર.એફ.ઓ. યોગેશ કલસરિયાના જણાવ્યા મુજબ હમ્પબેક વ્હેલ પણ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ શેડ્યૂલ-1માં આવતી પ્રજાતિ છે. મશીનરીની મદદથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી વ્હેલના વિશાળ કદને કારણે તેને દરિયાકાંઠેથી બહાર કાઢવા માટે મશીનરીની મદદ લેવામાં આવી રહી છે. વન વિભાગની વેટરનરી ડોક્ટરની ટીમ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને દરિયાકાંઠે જમીનમાં ઊંડો ખાડો કરી મૃતદેહને નિયમાનુસાર દફનાવવામાં આવશે. ઘણા દિવસ અગાઉ મોત થયાની આશંકા આર.એફ.ઓ. યોગેશ કલસરિયાના જણાવ્યા મુજબ મૃતદેહની હાલની સ્થિતિ જોતા વ્હેલનું મોત કેટલાક દિવસો અગાઉ સમુદ્રમાં થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમજ કોઈ વિશાળ ટ્રોલર સાથે અથડામણને કારણે વ્હેલનું મોત થયું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, વ્હેલના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ સ્પષ્ટ થશે. વર્ષો બાદ વિશાળકાય વ્હેલ જોવા મળતાં લોકોમાં ચર્ચા વેરાવળના દરિયાકાંઠે ઘણા વર્ષો બાદ આટલી વિશાળકાય વ્હેલનો મૃતદેહ તણાઈ આવતા સ્થાનિકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી. મૃતદેહને જોવા માટે મોટી સંખ્યામાં લોકો દરિયાકાંઠે પહોંચ્યા હતા, જેના પગલે વન વિભાગનો સ્ટાફ પણ સ્થળ પર તૈનાત રહ્યો હતો. વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી ચાલુ ઘટનાસ્થળે આર.એફ.ઓ. યોગેશ કલસરિયા, ફોરેસ્ટર વી. ચૌધરી સહિતનો વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને બહાર કાઢવાની કામગીરી સાથે પોસ્ટમોર્ટમ અને ત્યારબાદ નિયમ મુજબ દફનવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:શ્રમિક પરિવારની સગીરાને કામે જવા બાબતે કહેતા માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પતિના વિયોગમાં પત્નીનો ઝેરી પાવડર પી આપઘાત
    Next Article
    17 ઓગસ્ટે BMS નો ‘ડિમાન્ડ ડે’:50 હજાર કર્મચારીઓના પ્રશ્ને કલેક્ટરને આવેદન, OPS પુનઃ લાગુ કરવા અને ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા ઉગ્ર માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment