Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 ઓગસ્ટે BMS નો ‘ડિમાન્ડ ડે’:50 હજાર કર્મચારીઓના પ્રશ્ને કલેક્ટરને આવેદન, OPS પુનઃ લાગુ કરવા અને ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા ઉગ્ર માંગ

    2 days ago

    ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા 17 ઓગસ્ટના રોજ દેશવ્યાપી ‘ડિમાન્ડ ડે’ (માંગણી દિવસ) ની ઉજવણી અંતર્ગત રાજકોટમાં વિવિધ ક્ષેત્રોના 50 હજારથી વધુ કર્મચારીઓ અને શ્રમિકોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કલેક્ટર મારફત દેશના વડાપ્રધાન, નાણામંત્રી અને કેન્દ્રીય શ્રમમંત્રી સમક્ષ જૂની પેન્શન યોજના (OPS) પુનઃ લાગુ કરવા, ફિક્સ પગાર નાબૂદ કરવા, આઉટસોર્સિંગ બંધ કરવા તેમજ આંગણવાડી, આશા વર્કર્સ અને મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓના વેતન વધારા સહિતની માંગણીઓ બુલંદ કરવામાં આવી હતી. રાંચી બેઠકના નિર્ણય મુજબ દેશવ્યાપી રજૂઆત ઓલ ઇન્ડિયા EPF એમ્પ્લોઇઝ સંઘના જનરલ સેક્રેટરી આસિફ શેખ અને BMS રાજકોટના અધ્યક્ષ હાલુભા ઝાલાએ જણાવ્યું હતું કે, રાંચી ખાતે યોજાયેલી કેન્દ્રીય બેઠકના નિર્ણય અનુસાર સમગ્ર દેશમાં જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શન અને રજૂઆતો કરવામાં આવી રહી છે. સરકારી, અર્ધ-સરકારી, બોર્ડ-નિગમ અને અસંગઠિત ક્ષેત્રના લાખો કામદારોના પ્રશ્નોનું વર્ષોથી નિરાકરણ ન આવતાં આ દેશવ્યાપી લડત શરૂ કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા EPF એમ્પ્લોઇઝ સંઘની મુખ્ય 10 રાષ્ટ્રીય માંગણીઓ ક્ષેત્રવાર સ્થાનિક માંગણીઓ અને વિરોધ 1. આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ ભાવિકાબેન ચાઉંએ જણાવ્યું કે, હાઇકોર્ટના હુકમ મુજબ ₹24,800 પગાર અથવા સરકારી ધોરણે ₹30,000 લઘુત્તમ વેતન આપવું. દર વર્ષે 10% પગાર વધારો, સીનિયોરિટી મુજબ પ્રમોશન અને ખાલી જગ્યાઓ ભરવી. નિવૃત્તિ વયમર્યાદા 58 વર્ષથી વધારીને 65 વર્ષ કરવી અને બિન-શૈક્ષણિક/અન્ય કામગીરી ન સોંપવી. 2. આશા અને ફેસિલિટેટર બહેનો આરોગ્ય વિભાગમાં કાયમી દરજ્જો આપવો અને નિયમિત લઘુત્તમ વેતન ચૂકવવું. PMMVY અને આભા (ABHA) કાર્ડ સહિતની કામગીરીનું બાકી ઇન્સેન્ટિવ તાત્કાલિક ચૂકવવું. ઓનલાઇન કામગીરી માટે 5G સ્માર્ટફોન આપવા અને છેલ્લા 2 વર્ષથી બાકી રહેલા ડ્રેસ કોડ આપવા. 3. મધ્યાહ્ન ભોજન (MDM) કર્મચારીઓ સંચાલકોને ‘શાળા પોષણ સહાયક’ જાહેર કરી માસિક ₹30,000 લઘુત્તમ વેતન આપવું. જોખમી કામગીરી સંદર્ભે ગ્રૂપ ઇન્શ્યોરન્સ અને અકસ્માત મૃત્યુના કિસ્સામાં મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય. રસોઈયા કર્મીઓને સામાજિક સુરક્ષા તેમજ દરેક કિચન શેડમાં હાઈજેનિક કીટ પૂરી પાડવી. 4. બાંધકામ શ્રમિકો પુત્ર-પુત્રીના લગ્ન પ્રસંગે અન્ય રાજ્યોની જેમ ₹20,000ની સહાય આપવી. 60 વર્ષની વય પછી માસિક ₹2,000 પેન્શન અને શ્રમિકોનું ઓનલાઈન-ઓફલાઈન રજીસ્ટ્રેશન. બાંધકામ સેસની રકમ સીધી બાંધકામ બોર્ડમાં જમા કરવી અને બોર્ડમાં શ્રમિક પ્રતિનિધિઓની નિમણૂક કરવી. 5. ફિક્સ પે અને આઉટસોર્સિંગ પ્રથા રાજ્ય સરકાર, બોર્ડ અને નિગમોમાં ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે આ સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 2થી 3 વર્ષ કરવાની તેમજ ભરતીઓમાં આઉટસોર્સિંગ પદ્ધતિ સદંતર બંધ કરવાની માંગ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો:વિશાળ ટ્રોલર સાથે અથડામણમાં મોત થયાની પ્રાથમિક આશંકા, પોસ્ટમોર્ટમ બાદ દરિયાકાંઠે જ દાટી દેવાશે
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંશોધન સહાય નીતિમાં વિસંગતતા:₹3 લાખ પગારદાર પ્રોફેસરોને વિમાન ભાડું, ₹1 લાખવાળાને ટ્રેન-બસનું ભાડું; કરાર આધારિત અધ્યાપકો બાકાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment