Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીલી પરિક્રમામાં મંત્રી કૌશિક વેકરિયાએ બોરદેવીના દર્શન કર્યાં:બાઈક પર સવારી કરી અન્નક્ષેત્રોની મુલાકાત લીધી, સેવાભાવી સંસ્થાઓની કામગીરીને બિરદાવી

    8 hours ago

    ​જૂનાગઢમાં ચાલી રહેલી પવિત્ર ગિરનાર લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે રાજ્યના સહ પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા મધ્યરાત્રિએ ભવનાથ તળેટીથી બાઈક પર આવીને પરિક્રમાના અંતિમ પડાવ ગણાતા બોરદેવી મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. આ સાથે જ તેમણે પરિક્રમા રૂટ પર આવેલા કર્મનાથ અન્નક્ષેત્રની મુલાકાત લઈ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. ​અન્નક્ષેત્ર અને સેવા કરનારની કામગીરીને બિરદાવી પરિક્રમા દરમિયાન મંત્રી કૌશિક વેકરીયાએ સુરત, બોટાદ, દ્વારકા સહિત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી આવીને અન્નક્ષેત્ર ચલાવતા સેવાભાવી મિત્રો અને વિવિધ પંડાલોની મુલાકાત લીધી હતી. તેમણે લાખો પરિક્રમાર્થીઓને પ્રેમપૂર્વક ભોજન કરાવતા સેવાર્થીઓની કામગીરીને બિરદાવી હતી અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પણ નોંધ લીધી હતી. સુરત, બોટાદ, દ્વારકાના લોકો અન્નક્ષેત્રમાં જોડાયા હતા રાજ્યકક્ષાના મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, જે રીતે વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સાથોસાથ સેવાકીય કાર્યો કરવા માટે અલગ-અલગ જિલ્લામાંથી અને અલગ-અલગ જગ્યાએથી જે લોકો આવીને અન્નક્ષેત્ર ચલાવ્યા છે, લાખો લોકોને જમાડી રહ્યા છે અને જે સેવાકીય કાર્યો કરી રહ્યા છે, એમને પણ હું લાખ-લાખ શુભેચ્છા આપું છું. અહીંયા સુરત, બોટાદ અને દ્વારકાના મિત્રો હતા. અલગ-અલગ ઘણી જગ્યાએ અન્નક્ષેત્રો ચાલુ છે અને હજારો લોકોને જમાડી રહ્યા છે અને દિલથી જમાડતા હોય ત્યારે આ લોકોને હૃદયની શુભકામના પણ પાઠવવી જોઈએ. ખાસ કરીને ફરી લીલી પરિક્રમાની અંદર જે-જે સેવાર્થીઓ, જે-જે હરિભક્તો જોડાણા છે, એમને સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું. પરિક્રમાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો ​મંત્રી કૌશિક વેકરીયાએ ઉમેર્યું હતું કે આજે બોરદેવી માતાજીના ચરણોમાં વંદન કર્યા છે, સાથોસાથ અલગ-અલગ પંડાલ ઉપર બધી જ જગ્યાએ મુલાકાત કરી છે. લોકોને પણ મળવાથી અને જે રીતે દર્શનાર્થીઓ આવી રહ્યા છે, જે રીતે લીલી પરિક્રમામાં જે હરિભક્તો જોડાઈ રહ્યા છે, એમની સાથે સંવાદ કરવાનો પણ મોકો મળ્યો અને સૌની સાથે વાત કરવાનો પણ એક નવો અનુભવ મળ્યો હતો. આ તકે તેમણે ભાવિકો સાથે સીધો સંવાદ પણ સાધ્યો હતો, તેમજ ધારાસભ્ય સંજય કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ડે. મેયર આકાશ કટારા અને એસપી સુબોધ ઓડેદરા, DySP હિતેશ ધાંધલિયા પણ જોડાયા હતા અને બોરદેવી માતાજીના દર્શન કરી અન્નક્ષેત્રમાં પ્રસાદ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ભાજપના સ્નેહમિલનમાં 250 લોકોનું સન્માન:કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં નૂતન વર્ષનો કાર્યક્રમ યોજાયો, સોશિયલ મીડિયા, રમતગમત અને સરપંચો સહિત વિવિધ ક્ષેત્રના લોકો સામેલ
    Next Article
    નંબર વગરની બાઈક અને અલગ એન્જિન સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો:વેરાવળમાં ₹35 હજારનો મુદ્દામાલ કબજે; આધાર-પુરાવા ન મળતાં તપાસ, ચોરાયેલી ₹40 હજારની બાઈક માલિકને પરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment