Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ સાયબર પોલીસે ₹3.46 કરોડથી વધુ રકમ પરત કરી:38 સાયબર પીડિતોને 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ન્યાય મળ્યો

    4 days ago

    ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ મોટી સફળતા મેળવી છે. સાયબર ફ્રોડના 38 પીડિતોને ₹ 3.46 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી છે. આ કાર્યવાહી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.એ.ડોડીયા અને તેમની ટીમ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કરવામાં આવી હતી. સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જે NCCRP પોર્ટલ પર દાખલ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ ₹ 3,50,87,598 જેટલી રકમ વિવિધ બેંકોમાં ફ્રીઝ કરાવી હતી. માર્ચ 2026માં યોજાયેલી લોક અદાલતમાં, નામદાર ચીફ કોર્ટ ભરૂચ દ્વારા 38 પીડિતોને ₹ 3,46,89,074 પરત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટના આદેશ મુજબ, સાયબર ક્રાઇમ પોલીસે પીડિતોને રકમ પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી અને કોર્ટ હુકમોનું વિતરણ પણ કર્યું. જાન્યુઆરી 2026 થી 15 માર્ચ 2026 સુધીના સમયગાળા દરમિયાન, રીફંડ કામગીરીમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહી છે, જે તેમની કાર્યક્ષમતા દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    ગૂજરાત વિધાપીઠનો 2026નો પ્રવેશ કાર્યક્રમ જાહેર:22મીથી પીએચ.ડી સહિત 1246 બેઠક પર એડમિશન મેળવી શકશો, 8મે સુધી અરજી કરી શકશે; 10 મેના પરીક્ષા યોજાશે
    Next Article
    ઉણ ગામ હુમલાના આરોપીઓ કોર્ટમાં રજૂ:થરા પોલીસે એક મહિલા સહિત 5ને 3 દિવસના રિમાન્ડ પર લીધા, 16 સામે નામજોગ મળી એક હજારના ટોળા સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment