Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉણ ગામ હુમલાના આરોપીઓ કોર્ટમાં રજૂ:થરા પોલીસે એક મહિલા સહિત 5ને 3 દિવસના રિમાન્ડ પર લીધા, 16 સામે નામજોગ મળી એક હજારના ટોળા સામે ફરિયાદ

    4 days ago

    બનાસકાંઠાના ઓગડ તાલુકાના ઉણ ગામે થયેલા હુમલાના પાંચ આરોપીઓને થરા પોલીસે શિહોરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે એક મહિલા સહિત આ પાંચેય આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. થરા પોલીસે આ કેસમાં એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે શિહોરી કોર્ટ સમક્ષ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેથી વધુ તપાસ હાથ ધરી શકાય. જોકે, શિહોરી કોર્ટે પોલીસની પાંચ દિવસની માંગણી સામે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટના આદેશ મુજબ, આરોપીઓ હવે સોમવાર સુધી પોલીસ રિમાન્ડ પર રહેશે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ઉણ ગામમાં થયેલા હુમલા બાદ પોલીસે 800થી 1000 અજાણ્યા લોકો સામે FIR નોંધી હતી. આ ઉપરાંત, 16 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી
    Click here to Read More
    Previous Article
    ભરૂચ સાયબર પોલીસે ₹3.46 કરોડથી વધુ રકમ પરત કરી:38 સાયબર પીડિતોને 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ન્યાય મળ્યો
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એપ્રિલમાં જાહેર થઈ શકે!:30 માર્ચ સુધી ફાઈનલ મતદારયાદીની પ્રક્રિયા ચાલશે, 34 જિલ્લા-260 તાલુકા પંચાયતો માટે નવું સીમાંકન પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment