Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૂજરાત વિધાપીઠનો 2026નો પ્રવેશ કાર્યક્રમ જાહેર:22મીથી પીએચ.ડી સહિત 1246 બેઠક પર એડમિશન મેળવી શકશો, 8મે સુધી અરજી કરી શકશે; 10 મેના પરીક્ષા યોજાશે

    8 hours ago

    ગૂજરાત વિધાપીઠ દ્વારા વર્ષ 2026 માટેના પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગૂજરાત વિધાપીઠની એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલની કુલપતિ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં શૈક્ષણિક વર્ષ 2026 માટેની પ્રવેશ કાર્યવાહી મંજુર કરવામાં આવી છે. 22 માર્ચથી પ્રવેશ અરજી પ્રક્રિયા શરુ કરવામાં આવશે. અલગ અલગ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ 8 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જે બાદ પ્રવેશ પરીક્ષા માટે 10 મેના રોજ રાજ્યના 26 સ્થાનો પરીક્ષા યોજવામાં આવશે. જે બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પીએચ.ડી સહિત 1246 બેઠક પર એડમિશન મેળવી શકશો ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા જ પરિણામ જાહેર થાય તે પહેલા જ ગૂજરાત વિધાપીઠમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગૂજરાત વિધાપીઠમાં 8 સ્નાતક, 3 સ્નાતકોત્તર, 20 અનુસ્નાતક, 1 અનુસ્નાતક ડિપ્લોમા, 16 વિષયોમાં પીએચ.ડી અભ્યાસક્રમ સહિત કુલ 1246 જેટલી બેઠક માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 22 માર્ચથી 8 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશો પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ 22 માર્ચથી 8 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે. 10 મેના પ્રવેશ પ્રક્રિયા યોજ્યા બાદ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. 12 અને 13મે દરમિયાન પીએચ .ડી સિવાયના અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 14 મેના પીએચ. ડી જૂથ ચર્ચા અને રૂબરૂ મુલાકાત રાખવામાં આવી છે. જે બાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા 1લી જુલાઈથી નવું સત્ર શરુ કરવામાં આવશે. 10 મેના GEETA પરીક્ષા યોજાશે પ્રવેશ સમિતિના સંયોજક પ્રો. અજય પરીખે જણાવ્યુ હતું કે, ગૂજરાત વિધાપીઠના પીએચ. ડી. સિવાયના તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારે યુજી/પીજી માટેની સીયુઈટી પરીક્ષા અથવા ગૂજરાત વિધાપીઠ દ્વારા નિર્ધારિત કરેલ GEETA ( Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) બંનેમાંથી કોઈ એક પરીક્ષા આપવાની રહેશે. વિધાપીઠ દ્વારા પરીક્ષા આગામી 10 મેના રોજ રાજ્યના 28 કેન્દ્રો પર લેવાશે. રાજ્ય બહારના ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર પછી જાહેર કરાશે. 10મેના રોજ જ પરિણામ જાહેર કરાશે પ્રવેશ પરીક્ષા 60 પ્રશ્નોની રહેશે જે માટે 90 મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુ આધારીત OMRથી પરીક્ષા લેવામાં આવશે. તેમજ 10મેના રોજ જ પરિણામ જાહેર કરવામાં આવશે. સીયુઈટી અને GEETAના ગુણાંકને આધારે મેરિટ યાદી મુજબ પ્રવેશ કાર્યવાહી 12- 13 મે દરમિયાન જ્યારે પીએચ.ડી. માટે 14 મેના રોજ જૂથચર્ચા અને રૂબરૂ મુલાકાત યોજાશે.
    Click here to Read More
    Previous Article
    Tooth extraction ‘leads’ to 35-year-old’s death: Jharkhand ‘dentist’ on the run as officials seal clinic
    Next Article
    ભરૂચ સાયબર પોલીસે ₹3.46 કરોડથી વધુ રકમ પરત કરી:38 સાયબર પીડિતોને 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ન્યાય મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment