Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં સોની વેપારી સાથે લૂંટના બંને આરોપી ઝડપાયા:₹3.43 લાખના સોનાના દાગીના-કાર જપ્ત; દાગીના ખરીદવાના બહાને વેપારીને ચાકુ બતાવી લૂંટ ચલાવી હતી

    9 hours ago

    જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં એક સોની વેપારીને સોનાના દાગીના ખરીદવાની લાલચ આપીને ચાકુની અણીએ લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગંભીર ગુના અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં જ પોલીસે તાત્કાલિક કૉર્ડન કરીને ગણતરીના સમયમાં લૂંટ ચલાવનાર બંને કૂખ્યાત આરોપીઓને રોકડ રકમ અને દાગીના સાથે ઝડપી પાડ્યા છે. દાગીના ખરીદવાના બહાને બોલાવી આચરી લૂંટ જૂનાગઢના ચૌકસી બજારમાં 'આલીફા જ્વેલર્સ' નામની દુકાન ધરાવતા વેપારી પાસે એક શખ્સ સોનાની ચેઇન અને ઇયરિંગ્સ પસંદ કરવા આવ્યો હતો. દાગીના પસંદ કર્યા બાદ તેણે પૈસા આંગડિયા પેઢીમાં હોવાનું બહાનું બતાવી વેપારીને પોતાની સાથે બાઈક પર આવવા કહ્યું હતું. બાદમાં જૂની સિવિલ હોસ્પિટલ પાસે અગાઉથી પાર્ક કરેલી કારમાં બેસાડી, ચાકુ બતાવીને ડરાવી-ધમકાવી 42 ગ્રામ 740 મિલિગ્રામ સોનાના દાગીના (જેની અંદાજિત કિંમત ₹3,43,833) ની લૂંટ ચલાવી ધક્કો મારી નાસી છૂટ્યા હતા. વેપારીની સતર્કતા અને પોલીસની ઝડપી કાર્યવાહી લૂંટની ઘટના બનતાં જ જાગૃત વેપારીએ કારનો નંબર નોંધીને તેનો પીછો કર્યો હતો અને કોર્ટ પાસે ગાડી ધીમી પડતાં ત્વરિત પોલીસને જાણ કરી હતી. એ-ડિવિઝન પીઆઈ એ. બી. ચૌધરી અને તેમની ટીમે તરત જ વિસ્તારને કૉર્ડન કરીને કારમાં સવાર બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે લૂંટાયેલા તમામ સોનાના દાગીના, ગુનામાં વપરાયેલું ચાકુ, મોબાઈલ ફોન અને આઈ-20 કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલો મુખ્ય આરોપી મિહિર અશ્વિનભાઈ વાળા (રહે. રાજકોટ) અગાઉ પણ ચીટિંગના ગુનામાં પકડાયેલો છે. જ્યારે કાર ચલાવતો બીજો આરોપી કુલદીપસિંહ શિવુભા વાળા સામે અગાઉ પ્રોહિબિશન અને મારામારી જેવા 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આર્થિક ફાયદો મેળવવા માટે આચરવામાં આવેલા આ ગુનામાં પોલીસે કાયદેસરની સઘન કાર્યવાહી આગળ ધપાવી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુર-ખીરસરા માર્ગ પર સિમેન્ટ રોડનું કામ શરૂ:ગ્રામજનોએ શ્રીફળ વધેરી ખુશી વ્યક્ત કરી
    Next Article
    વસાડવા ચોકડી પર ઇનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો:1944 બોટલ દારૂ અને બીયર સાથે ₹12.76 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment