Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસાડવા ચોકડી પર ઇનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો:1944 બોટલ દારૂ અને બીયર સાથે ₹12.76 લાખનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વસાડવા ચોકડી પાસે એક ઇનોવા ગાડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે 1944 નંગ દારૂ અને બીયર ટીન સહિત કુલ 12.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 1728 પ્લાસ્ટિકના ચપલા અને 216 બીયર ટીનનો સમાવેશ થાય છે, જેની કિંમત 2,76,407 રૂપિયા છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલી 10 લાખ રૂપિયાની ગ્રે કલરની ઇનોવા ક્રિસ્ટા ગાડી પણ કબજે કરવામાં આવી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી આ કાર્યવાહી થઈ. હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસે આ દરોડો પાડ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. LCB PI બી.એચ.શીંગરખીયા, PSI આર.જે.ગોહિલ, PSI એન.એ.રાયમા અને સ્ટાફની ટીમે આ કેસ શોધી કાઢ્યો.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં સોની વેપારી સાથે લૂંટના બંને આરોપી ઝડપાયા:₹3.43 લાખના સોનાના દાગીના-કાર જપ્ત; દાગીના ખરીદવાના બહાને વેપારીને ચાકુ બતાવી લૂંટ ચલાવી હતી
    Next Article
    રાજકોટ AIIMS ખાતે બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત:6.75 કરોડના ખર્ચે 5 હજાર ચો.મી.માં અદ્યતન ST સ્ટેન્ડનું નિર્માણ થશે, પડધરીમાં DDOની સરપ્રાઈઝ વિઝીટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment