Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ AIIMS ખાતે બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત:6.75 કરોડના ખર્ચે 5 હજાર ચો.મી.માં અદ્યતન ST સ્ટેન્ડનું નિર્માણ થશે, પડધરીમાં DDOની સરપ્રાઈઝ વિઝીટ

    10 hours ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજકોટના પરાપીપળીયા સ્થિત એઈમ્સ (AIIMS) હોસ્પિટલ પરિસર નજીક રૂ.6.75 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અત્યાધુનિક નવીન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા એસ.ટી. બસ સ્ટેશનનું ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન થયું હતુ.5 હજાર ચોરસ મીટરના વિસ્તારમાં આ નવીન બસ સ્ટેશન આકાર લેશે. જેમાં 1189.09 ચોરસ મીટર ક્ષેત્રફળમાં અદ્યતન બાંધકામ કરવામાં આવશે. રાજકોટ એઈમ્સમાં સૌરાષ્ટ્રભરમાંથી સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ, મુલાકાતીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફને પરિવહન માટે આ નવું બસ સ્ટેશન ખૂબ ઉપયોગી સાબિત થશે. આ બસ સ્ટેશન ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોર (G+1) ના માળખામાં તૈયાર કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 5 પ્લેટફોર્મ, મુસાફરોની સુવિધા માટે વેઇટિંગ હોલ અને વી.આઈ.પી. વેઇટિંગ લોન્જ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, વિદ્યાર્થી તથા મુસાફરો માટે પાસ રૂમ તથા પાર્સલ રૂમ તૈયાર કરાશે. આ ઉપરાંત કેન્ટીન, આર.ઓ. વોટર રૂમ તેમજ મહિલા મુસાફરો માટે ખાસ લેડીઝ રેસ્ટરૂમ સાથે બેબી ફીડિંગ રૂમ અને સંલગ્ન શૌચાલયની અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાશે.આ સાથે જ 4 હજાર ચોરસ મીટર સર્ક્યુલેશન વિસ્તારમાં ટકાઉ સી.સી.ટ્રી-મિક્સ ફ્લોરિંગ કરવામાં આવશે. દિવ્યાંગ મુસાફરોની વિશેષ કાળજી રાખી સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત સ્લોપિંગ રેમ્પ, વ્હીલચેર, ટેક્ટાઇલ ટાઇલ્સ, બ્રેઇલ લિપિ સાઇનેજીસ, ગ્રેબ બાર તેમજ ખાસ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. ખંભાળામાં સખી મંડળને વિના વિલંબે ધિરાણ આપવા DDOનો આદેશ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે ગતરોજ પડધરી તાલુકાના ખંભાળા ગામે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળો અને સ્વસહાય જૂથોની બહેનો દ્વારા કરવામાં આવેલી લોન અરજીઓની સ્થિતિની સમીક્ષા કરી હતી.સ્વસહાય જૂથોની બહેનોની લોન અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવાનું ધ્યાને આવતાં જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત બહેનોને સાથે રાખીને ખંભાળા ખાતે આવેલી આર.ડી.સી. બેંકની રૂબરૂ મુલાકાત લીધી હતી. બેંકમાં પેન્ડિંગ અરજીઓની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ તેમણે સ્થળ પર જ અરજીઓનો નિકાલ કરવાની સૂચના આપી હતી. આ સાથે જ પાત્ર લાભાર્થીઓને ધિરાણ સહાય મેળવવામાં વિલંબ ન થાય તે માટે પેન્ડિંગ અરજીઓનો સાત દિવસમાં નિકાલ કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંબંધિત અધિકારીઓને મિશન મોડમાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. 8મા જન્મદિવસે 8 ટીબી દર્દીઓને પોષણ કીટ આપી જન્મદિવસની ઉજવણીને માત્ર મોજ-મસ્તી પૂરતી સીમિત રાખવાને બદલે સમાજસેવા સાથે જોડીને રાજકોટના 8 વર્ષના જિયાંશ દવેએ અનોખી પહેલ કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવતા ડૉ. સમીર દવે અને ડૉ. ડિમ્પલ દવેના પુત્ર જિયાંશે પોતાના 8મા જન્મદિવસ નિમિત્તે 8 ટીબી દર્દીઓને પોષણ આહારની ન્યુટ્રિશન કીટ અર્પણ કરી જન્મદિવસની સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી.જિયાંશ દ્વારા સતત બીજા વર્ષે જન્મદિવસ નિમિત્તે ટીબી દર્દીઓ માટે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બાવળીયાના હસ્તે મેઘપર ગામે રૂ.1.20 કરોડના માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના મેઘપર ગામે સાણથલી–વાસાવડ રોડને જોડતા એપ્રોચ રોડ પર માઇનોર બ્રિજના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઇમર્જન્સી કોટા હેઠળ રૂ.120 લાખના ખર્ચે નિર્માણ પામનારા આ બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, હાલના કોઝવે પર બ્રિજ બનવાથી મેઘપરથી સાણથલી તેમજ ગોંડલ તરફ અવરજવર કરતા લોકોને પરિવહનની સુવિધામાં વધારો થશે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી તેજસભાઈએ જણાવ્યું હતું કે, કેનાલ પરના હાલના કોઝવેની જગ્યાએ રૂ.120 લાખના ખર્ચે સાત મીટર લંબાઈના ચાર ગાળામાં માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત બ્રિજની બંને તરફ એપ્રોચ રોડ તેમજ જરૂરિયાત મુજબ પ્રોટેક્શન વોલ સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. પૂરવઠા વિભાગ દ્વારા ચાલુ માસનો જથ્થો ફિંગરપ્રીન્ટનાં આધારે આપવાનો નિર્ણય સિબીડીટી એકટિવેટ પ્રશ્ને છેલ્લા કેટલાંક સમયથી હેરાન થતા રાજયનાં રેશનિંગ વેપારીઓનો પ્રશ્ર્ન હાલ પૂરતો પૂરવઠા તંત્રએ હલ કર્યો છે અને હવે નવેમ્બર માસનો જથ્થો તબકકાવાર આપવા માંગણી પણ કરી છે.ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના હોદેદાર હિતુભા જાડેજાના જણાવ્યા મુજબ રાજ્યના લગભગ 11 લાખ સીબીડીસી એક્ટિવેટ રેશનકાર્ડ ધારકને આજ તા.24 ઓક્ટોબરથી ઓક્ટોબર માસ દરમિયાન બાયોમેટ્રિક ફિંગર કેપ્ચર દ્વારા અનાજ મળી રહેશે. આ પ્રકારનો નિર્ણય રાજ્યની પુરવઠા શાખા દ્વારા લેવામાં આવ્યો છે. જે ગરીબ જરૂરિયાતમંદ અને લાચાર રેશનકાર્ડ ધારક અને આર્થિક અને માનસિક શોષિત વાજબી ભાવના દુકાનદાર ના હિતમાં લિધેલો નિર્ણય છે.
    Click here to Read More
    Previous Article
    વસાડવા ચોકડી પર ઇનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો:1944 બોટલ દારૂ અને બીયર સાથે ₹12.76 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    🟠Gujarat Latest News LIVE | ગુજરાતના તમામ મહત્વના સમાચાર | Monsoon | Weather | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment