Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સીમાં બિનહિસાબી સિલિન્ડર મળ્યા:જિલ્લા પુરવઠા અધિકારીએ ₹33,785નો જથ્થો સીઝ કર્યો

    2 days ago

    ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક તપાસ દરમિયાન બિનહિસાબી ગેસ સિલિન્ડરનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો સીઝ કરીને એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં ગેસ સિલિન્ડરોની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે પુરવઠા વિભાગ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આ તપાસ હાથ ધરાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમે ગોધરાના લકઝુરા હોટલ પાછળ આવેલી ઘનશ્યામ ગેસ એજન્સીના ગોડાઉન પર આકસ્મિક તપાસ કરી હતી. આ ગોડાઉન હિતેશભાઈ પી. ઘરમચંદાણી દ્વારા સંચાલિત છે. તપાસ દરમિયાન, ગોડાઉનમાં રહેલા 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ બોટલોનું સ્ટોક રજિસ્ટર સાથે મેળવણું કરવામાં આવ્યું હતું. જેમાં 17 ભરેલા ગેસ બોટલ વધારાના (બિનહિસાબી) મળી આવ્યા હતા. જિલ્લા પુરવઠા અધિકારીએ કુલ ₹33,785ની બજાર કિંમતનો આ જથ્થો સીઝ કર્યો છે. આ ગેરરીતિ બદલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ સાબરકાંઠાને રૂ. 72 કરોડના વિકાસકામોની ભેટ આપી:તલોદના નવલપુર ખાતેથી 1999 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
    Next Article
    ન્યાયિક પરિવર્તનો પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો:શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને બાલાજી કોલેજ ઓફ લો દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment