Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીએ સાબરકાંઠાને રૂ. 72 કરોડના વિકાસકામોની ભેટ આપી:તલોદના નવલપુર ખાતેથી 1999 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

    2 days ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠા જિલ્લાના વિકાસમાં નવું સોપાન ઉમેરતા તલોદ તાલુકાના આદર્શ ગામ નવલપુર ખાતેથી અંદાજે રૂ. 72 કરોડના કુલ 1999 જેટલા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવલપુર ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ તેમજ ગામના અમૃત સરોવર સ્થિત સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાસે વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી નથી. સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે મન મૂકીને ખર્ચ કરી રહી છે. તેમણે અધિકારીઓ અને નાગરિકોને સરકારી કામને પોતાનું સમજીને કરવા આહ્વાન કર્યું હતું, જેથી તેની ગુણવત્તા અને આયુષ્ય આપોઆપ વધી જાય. મુખ્યમંત્રીએ નવલપુર ગામને ગ્રામીણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું કે, આ ગામમાં સરપંચથી લઈને તમામ સભ્યો મહિલાઓ છે, જે મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. નવલપુરે 'સમરસ ગામ'ના વિચારને ચરિતાર્થ કરવાની સાથે પાણીના મીટર જેવી આધુનિક સુવિધાઓ અને 100% સોલાર સિસ્ટમ અપનાવીને દેશને નવી રાહ ચીંધી છે. મુખ્યમંત્રીએ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી કર્કવૃત્ત રેખાના ભૌગોલિક મહત્વને વૈશ્વિક ઓળખ આપવા માટે રૂ. 8 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન 'સાયન્સ પાર્ક'નું લોકાર્પણ કર્યું હતું. 1.5 એકરમાં ફેલાયેલા આ પાર્કમાં ટ્રોપિક ઓફ કેન્સર ટાવર, સનડાયલ અને ઇનફોગ્રાફિક એક્ઝિબિશન હોલ જેવી સુવિધાઓ છે, જે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવશે એમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના'ની સફળતાના કારણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં 19% નો વધારો થયો હોવાનું પણ મુખ્યમંત્રીએ નોંધ્યું હતું. મુખ્યમંત્રીએ ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટેના 'લાલન-પાલન' કાર્યક્રમ અને બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસ નિયંત્રણ માટેની કામગીરીની પણ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રની આ બંને પહેલોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિષ્ઠિત 'સ્કૉચ એવોર્ડ' એનાયત થયો છે, જે જિલ્લા માટે ગૌરવની બાબત છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કુલ 1999 જેટલા કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વાહન વ્યવહાર વિભાગના રૂ. 1390 લાખના કામો અને સામાન્ય વહીવટ વિભાગના રૂ. 3667 લાખના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલા, રમણલાલ વોરા, કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ન્યાય મેળવવાની પ્રક્રિયામાં ટેક્નોલોજી મદદરૂપ થવી જોઈએ:છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટમાં પતિને અમેરિકાથી વીડિયો કોન્ફરન્સિંગથી સમાધાનના પ્રયત્નોમાં ઉપસ્થિત રહેવાની છૂટ
    Next Article
    ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સીમાં બિનહિસાબી સિલિન્ડર મળ્યા:જિલ્લા પુરવઠા અધિકારીએ ₹33,785નો જથ્થો સીઝ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment