Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યાય મેળવવાની પ્રક્રિયામાં ટેક્નોલોજી મદદરૂપ થવી જોઈએ:છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટમાં પતિને અમેરિકાથી વીડિયો કોન્ફરન્સિંગથી સમાધાનના પ્રયત્નોમાં ઉપસ્થિત રહેવાની છૂટ

    2 days ago

    હાઇકોર્ટ દ્વારા પરસ્પર સંમતિથી છૂટાછેડાના એક મામલે અમેરિકામાં રહેતાં પતિને વીડિયો કોન્ફરન્સિંગથી સમાધાનની પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપી છે. આ કેસમાં હાઇકોર્ટે ન્યાય મેળવવાની પ્રક્રિયામાં ટેક્નોલોજી મદદરૂપ થવી જોઇએ એ વાત ઉપર ભાર પણ મૂક્યો છે. વીડિયો કોન્ફરન્સિંગથી ભાગ લેવાની વિનંતીને નકારી કાઢી હતી અમદાવાદ ફેમિલી કોર્ટના આદેશને આ સમગ્ર પ્રકરણમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો હતો. જેમાં પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસની વિચારણા કરતી વખતે અમેરિકા સ્થિત પતિની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમાધાન પ્રક્રિયામાં ભાગ લેવાની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. ફેમિલી કોર્ટના આદેશને રદ કરતાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે કેસના તથ્યોને ધ્યાનમાં લીધા વિના વિનંતીને બ્લાઇન્ડલી નકારી કાઢવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે યંત્રવત રીતે અને આંખો બંધ કરીને નિર્ણય કર્યો હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસના તથ્યો અને હકીકતોને ધ્યાનમાં લેતા આ કોર્ટનું માનવું છે કે ટ્રાયલ કોર્ટે યંત્રવત રીતે અને આંખો બંધ કરીને નિર્ણય કર્યો છે અને અરજદારની અરજીને નકારી કાઢી છે. આવા અભિગમના લીધે ન્યાયનું મિસ કેરેજ થયું છે. તેથી આવો નિર્ણય કાયદાની દ્રષ્ટિએ ટકી શકે નહીં અને તેથી તેમાં દખલગીરી કરવી જરૂરી જણાય છે અને આ આદેશને રદ કરવામાં આવે છે. વીડિયો કોન્ફરન્સિંગ એક કોસ્ટ ઇફેક્ટિવ અને કાર્યક્ષમ વિકલ્પ હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં વર્ણિત ટેકનોલોજીનો મુદ્દો પ્રસ્તુત કેસમાં ટાંકતાં નોંધ્યું છે કે યોગ્ય રીતે ટેકનોલોજીનો ઉપયોગ ન્યાય અને ફેમિલી કોર્ટના કાયદા હેઠળની કાર્યવાહીને સુલભ બનાવે છે. વીડિયો કોન્ફરન્સિંગ એક કોસ્ટ ઇફેક્ટિવ અને કાર્યક્ષમ વિકલ્પ છે અને એ ટેકનોલોજી આધારિત ઉકેલો પૂરા પાડે છે, જે ન્યાય મેળવવા માટે અપનાવવા જોઈએ. પ્રસ્તુત કેસમાં લગ્નના થોડા દિવસો બાદ જ પતિ-પત્ની અલગ થઈ ગયા હતા. પત્નીએ ભરણપોષણનો દાવો છોડી દીધો છે અને સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. પતિને વિદેશથી મુસાફરી કરવા મજબૂર કરવું એ અન્યાયી અને ગેરવાજબી ત્યારે વીડિયો કોન્ફરન્સિંગ એ એક ટેકનોલોજીકલ સુવિધા છે, જે વિવિધ સ્થળોએ રહેતી વ્યક્તિ સાથે હાઇબ્રીડ રીતે મુલાકાત કરાવી શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે થઇ રહ્યો છે. હકીકતમાં વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ એ સુનિશ્ચિત કરે છે કે, ન્યાયિક કાર્યવાહી કાર્યક્ષમ રીતે અને બિનજરૂરી વિલંબ વિના પૂર્ણ થાય. ફક્ત સમાધાનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે પતિને વિદેશથી મુસાફરી કરવા માટે મજબૂર કરવું એ અન્યાયી અને ગેરવાજબી બંને હશે. બંનેએ સંમતિથી છૂટાછેડા મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી આ કેસના પતિ અને પત્ની વચ્ચે અમદાવાદમાં વર્ષ 2024માં લગ્ન થયા હતા. જોકે પતિ વિદેશમાં રહેતો હોવાથી પતિ-પત્ની લગ્નના પાંચ-છ દિવસ બાદથી જ અલગ-અલગ રહેતા હતા. ત્યારબાદ બંનેએ સંમતિથી છૂટાછેડા મેળવવા માટે અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જો કે કાયદા મુજબ બંને પક્ષો વચ્ચે સમાધાન અને સમજુતિ માટે કોર્ટે પ્રયાસ કરવાના હોય. પરંતુ પ્રસ્તુત કેસમાં પતિ વિદેશ રહેતો હોવાથી તેણે પાવર ઓફ એટર્નીના માધ્યમથી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી અને તે સમાધાનની પ્રક્રિયામાં રૂબરૂ હાજર થઇ નહીં શકે એમ જણાવ્યું હતું. સાથે જ તેણે વીડિયો કોન્ફરન્સિંગથી આ પ્રક્રિયામાં બાગ લેવાની મંજૂરી માંગી હતી. જોકે આ મંજૂરી ફેમિલી કોર્ટે રદ કરતાં મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કાળજાળ ગરમીનો માહોલ શરૂ:ભાવનગરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો, 12 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો
    Next Article
    મુખ્યમંત્રીએ સાબરકાંઠાને રૂ. 72 કરોડના વિકાસકામોની ભેટ આપી:તલોદના નવલપુર ખાતેથી 1999 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment