Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળજાળ ગરમીનો માહોલ શરૂ:ભાવનગરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો, 12 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો

    2 days ago

    છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં ચૈત્ર વૈશાખ માસમાં પડતા તાપ-તડકા હાલના ફાગણ માસમાં પડી રહ્યા છે, અનેક જિલ્લાઓ માં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે ત્યારે ભાવનગર શહેરમાં પણ સતત બીજા દિવસે મહત્તમ તાપમાન નો પારો 39 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, છેલ્લા ત્રણ દિવસથી ભેજનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે પવનની ઝડપ પણ ઘટવા પામી છે પરંતુ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આજે પણ સવારે થી જ સૂર્યનારાયણ જાણે રોદ્ર સ્વરૂપ ધારણ કરીને કોપાયમાન થયા હોય એવો માહોલ જોવા મળ્યો હતો, લોકોએ બપોરના સમયે ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું અને અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળવા ટાળવું જોઈએ, આજે શહેરમાં મહત્તમ તાપમાન 39.4 ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24.4 વાતાવરણમાં ભેજનું પ્રમાણ માત્ર 19 સાથે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ લૂ જેવો પવન ફૂંકાયો હતો, ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ હતું ત્યારે ઉનાળાની શરૂઆત જ આવી છે ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ક્યાં પહોંચશે ? એવી ચર્ચાઓ એ વેગ પકડ્યો છે, છેલ્લા 6 દિવસનો તાપમાનનો પારો ક્રમશઃ વધ્યો તા.6 માર્ચ ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 26 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.7 માર્ચ ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 30 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.8 માર્ચ ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 18 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.9 માર્ચ ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 18 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.10 માર્ચ ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 15 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.11 માર્ચ ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 19 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    તળાવને બારેમાર પાણી ભરી રાખવા નવી ટેકનોલોજીનો ઉપયોગ:સરખેજ, ચેનપુર, ચાંદખેડા અને નિકોલ તળાવમાં પાયલોટ પ્રોજેક્ટ, ગટરનાં પાણી ટ્રીટ કરી તળાવમાં ઠાલવવામાં આવશે
    Next Article
    ન્યાય મેળવવાની પ્રક્રિયામાં ટેક્નોલોજી મદદરૂપ થવી જોઈએ:છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટમાં પતિને અમેરિકાથી વીડિયો કોન્ફરન્સિંગથી સમાધાનના પ્રયત્નોમાં ઉપસ્થિત રહેવાની છૂટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment