Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવણીને મળ્યો વેગ‎:વરસાદથી ડાંગરના ધરૂને જીવતદાન, વલસાડ‎જિલ્લામાં અટકેલી 90 ટકા વાવણીને મળ્યો વેગ‎

    1 day ago

    વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે ચોમાસું મોડુ પડી છેક 21 જૂનથી મેઘરાજાનું આગમન થયા બાદ વરસાદ નહિવત પડ્યો હતો. બાદમાં જૂનના છેલ્લા 10 દિવસ વરસાદ પડ્યા બાદ ડાંગરના ખેડૂતોએ ધરુ નાંખી વાવણી કરી દીધી હતી. જૂલાઇના પ્રારંભના અઠવાડિયામાં સારો વરસાદ થયો પણ દસબાર દિવસ સુધી વરસાદના નિયમિત નહિ પડતાં ડાંગરના પાક ઉપર જોખમ વર્તાઇ રહ્યું હતું અને બોરથી પિયત કરી પાક બચાવવા પ્રયાસ કરતા હતા ત્યારે બે દિવસથી મેઘરાજાએ ધરતી પૂત્રોની વ્હારે આવ્યા છે. શનિવાર અને રવિવારે પારડીમાં ધોધમાર વરસાદ સાથે જિલ્લાના વલસાડ, ધરમપુર, કપરાડા, ઉમરગામ અને વાપી નાનાપોંઢા તાલુકામાં પણ વરસાદ વરસતાં ધરતી પૂત્રો ઝડપભેર અટકી પડેલી વાવણીના કામે જોતરાઇ ગયા છે. ચાલૂ વર્ષે વરસાદ આઘો પાછો થતાં વાવણીમાં વિધ્ન આવતાં હાલે પૂરતું વાવેતર થઇ શક્યું નથી. જો કે ઓગષ્ટના અંત સુધીમાં જો ખેતીલાયક વરસાદ પડશે તો ડાંગરના પાકનો લક્ષ્યાંક પુૂર્ણ થશે. બે દિવસથી જિલ્લાના છ તાલુકામાં બેઠો વરસાદ પડતાં વાવણી આગળ વધી રહી છે, જેના કારણે બાકી રહેલા 90 ટકા વાવેતર માટે સારા વર્તારાના સંકેત છે. 18 જૂલાઇ સવારે 6થી 19‎જૂલાઇ સાંજે 4 સુધી‎ 2025માં ભારે વરસાદથી અવરોધ, આ વર્ષે વરસાદના અભાવે વિઘ્ન ગત વર્ષે 2025માં જૂલાઇમાં ધોધમાર વરસાદ થયો હતો જેને કારણે પાકને ભારે નુકસાન થયું હતું અ્ને ઓગષ્ટ 2025 સુધીમાં પણ વાવેતરનું લક્ષ્યાંક પૂર્ણ થયું ન હતું. જો કે 2026માં સ્થિતિ અલગ નિર્માણ થઇ છે.આ વર્ષે વરસાદ ખેંચાતા ધરૂ વાવણીનું કામ ખોટકાયું છે. જો કે આગળ કોઇ વિઘ્ન નહિ આવે તો લક્ષ્યાંક પાર પડશે તેવી ધારણા કરાઇ રહી છે.વરસાદી અનિયમિતતા છતાં ખેડૂતો આશાવાદી છે. ગત વર્ષે અતિવૃષ્ટિ અને આ વર્ષે વિલંબિત વરસાદે ખેતીના આયોજનને પ્રભાવિત કર્યું છે, સારોવરસાદથી સ્થિતિ સુધારશે. બોરથી પાક બચાવતા હતા,પણ હવે વરસાદ થતાં હાશ્કારો વરસાદ ખેંચાતા ડાંગરના પાક માટે ખુબ ચિંતા હતી. અમોને બોરના પાણીથી ખેતરો ભરી વાવેતર માટે નવું ધરૂં નાંખવાની કામગીરી 10 દિવસથી અટકી પડી હતી,પરંતું ધરૂં સૂકાવાની ચિંતા હતી ત્યા પણ અઠવાડિયાથી તદ્દન જ વરસાદ નહિ થતાં સૂકાઇ જશે.જો કે બોરના પાણી આપી તેને જીવંત રાખવા મરણિયા પ્રયાસો ખેડૂતો કરતા હતા,પણ હવે વરસાદ શરૂ થતાં વાવેતરના ધરૂને જીવતાન મળ્યું છે. - શંકરભાઇ પટેલ, રોણવેલ ખે઼ડૂત બે દિ’થી ખેતી લાયક વરસાદ બે દિવસથી ખેતીલાયક વરસાદ, હવે પાક સુરક્ષિત થશે ડાંગરની ખેતીનો મહદઅંશે વરસાદ પર વધુ આધાર રહે છે. આ પાક ખેડૂતોના આખા વર્ષના ખર્ચનો મહત્વનો સોર્સ છે. ખેતી લાયક વરસાદ અ્ને અનુકૂળ વાતાવરણ રહે તો પાકને રક્ષણ મળે છે. સમયસર વરસાદ, ખેતરો ભરાવા તથા યોગ્ય વાતાવરણ વિગેરે પરિબળો ડાંગરના પાક માટે ખુબ આવશ્યક છે. જૂનમાં ખેડુતો ધરુ નાંખતા હોય છે અને વરસાદ સારો થાય એટલે વાવણી માટે ખાસ કરીને જૂલાઇમાં થતાં વરસાદને લઇ કામગીરી વધુ વેગ પકડે છે. - એ.કે.ગરાસિયા, ખેતીવાડી શાખા
    Click here to Read More
    Previous Article
    Sawan Somwar: सावन का पहला सोमवार कब है? जानें तिथि-पूजा विधि और कैसे करें भगवान शिव को प्रसन्न
    Next Article
    CRS પોર્ટલ:સાબરકાંઠા જિલ્લામાં જન્મ-મરણની 714 અરજી પેન્ડિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment