Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CRS પોર્ટલ:સાબરકાંઠા જિલ્લામાં જન્મ-મરણની 714 અરજી પેન્ડિંગ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લા આરોગ્ય શાખામાં CRS પોર્ટલની જટિલતાને કારણે જન્મ-મરણના દાખલાની કામગીરી ખોરવાઈ છે. રોજ નવી 70 થી 80 અરજીઓ સામે માત્ર 25નો જ નિકાલ થતાં હાલ જન્મના 700 અને મરણના 14 અરજીઓ પેન્ડિંગ રહેતા નાગરિકો ભારે પરેશાન છે. આ જટિલ નિયમોને કારણે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય શાખામાં હાલની સ્થિતિએ 700 થી વધુ અરજીઓનો ખડકલો થતાં અરજદારો હેરાન થઇ રહ્યા છે. ​સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલના અમલીકરણ બાદ વર્ષ 2015 પહેલાના દાખલાઓમાં કોઈપણ સુધારો કે નવી મંજૂરી માટે જિલ્લા રજિસ્ટ્રાર જિલ્લા આરોગ્ય અધિકારીની ઓનલાઈન ચકાસણી ફરજિયાત કરાઇ છે. આ કારણે જિલ્લાની 6 નગરપાલિકા જેમાં હિંમતનગર, ઇડર, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલી, તથા 8 તાલુકા પંચાયત અને 521 પંચાયતોના તમામ અરજદારોની અરજીઓ વેરિફિકેશન માટે એક જ કચેરી જિલ્લા આરોગ્ય શાખા ખાતે જમા થાય છે. ​સીઆરએસ પોર્ટલમાં વારંવાર સર્જાતી ટેકનિકલ એરર પણ આ ધીમી કામગીરી માટે જવાબદાર છે. ​જન્મ-મરણના પ્રમાણપત્ર સમયસર ન મળતાં બાળકોના શાળા-કોલેજમાં પ્રવેશ મેળવવામાં અવરોધ, આધારકાર્ડ અપડેટ અને નવા દસ્તાવેજો બનાવવાની કામગીરી અટકી, વારસાઈ હક્ક, પેઢીનામું, બેન્કિંગ કામગીરી, જાતિ અને આવકના દાખલા મેળવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. વિધવા સહાય કે અન્ય સરકારી પેન્શન અને કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત રહેવું પડે છે. અગાઉ જન્મ-મરણ પ્રમાણપત્ર આપવાની સત્તા સ્થાનિક કક્ષાએ તલાટી, પાલિકાના ચીફ ઓફિસર કે સબ-રજિસ્ટ્રાર પાસે હતી. હવે નવી વ્યવસ્થામાં તલાટીએ રજિસ્ટરનો ફોટો પાડીને અપલોડ કરવો પડે છે અને તેની ફાઇનલ મંજૂરી જિલ્લા કક્ષાએથી અપાય છે. જો વેરિફિકેશન અને અપ્રૂવલની આ સત્તા ફરીથી સ્થાનિક કક્ષાએ તલાટી મંત્રી કે ચીફ ઓફિસર સ્તરે સોંપાય તો કામગીરી ઝડપી બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    વાવણીને મળ્યો વેગ‎:વરસાદથી ડાંગરના ધરૂને જીવતદાન, વલસાડ‎જિલ્લામાં અટકેલી 90 ટકા વાવણીને મળ્યો વેગ‎
    Next Article
    માધ્યમિકમાં 157 અને ઉ.મા.માં 221 જગ્યાઓ ભરાશે‎:હિંમતનગરમાં આજથી જ્ઞાન સહાયક ભરતી માટે ત્રિ-દિવસીય પસંદગી કેમ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment