Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પાઇપલાઇન ખોદકામથી રસ્તા તૂટ્યા, ગટર લીક:ગંદા પાણીના રેલાથી વાહનચાલકો-રહીશો હેરાન, દિવાળી પહેલા રિપેરિંગની માગ

    8 hours ago

    પાટણ શહેરમાં ફાટીપાળ દરવાજાથી પીતાંબર તળાવ સુધીના મુખ્ય માર્ગ પર પાઇપલાઇન કામગીરીથી લોકો પરેશાન છે. નગરપાલિકાના બિનઆયોજિત કામકાજને કારણે વાહનચાલકો અને રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. લાખોના ખર્ચે બનેલા નવા રસ્તાઓ પાઇપલાઇન નાખવા તોડી પડાયા છે. ખોદકામમાં પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની લાઇન તૂટી ગઈ, જેથી રસ્તાઓ પર ગંદા પાણીના રેલા વહી કાદવ-કીચડ જામી ગયો છે. ખાડાઓનું યોગ્ય પુરાણ ન થતાં દરરોજ નાના-મોટા અકસ્માતો થાય છે. આખો દિવસ વાહનો પસાર થતાં ધૂળ ઉડે છે, જેનાથી વેપારીઓ, રહીશો અને વાહનચાલકોને શ્વાસ અને આંખોમાં બળતરાની સમસ્યાઓ થાય છે. નવરાત્રીમાં પણ માર્ગોની આ સ્થિતિથી લોકો પરેશાન હતા. હવે દિવાળી નજીક છે, ત્યારે શહેરજનો અને વેપારીઓ માગ કરી રહ્યા છે કે નગરપાલિકા જલ્દીથી આ રસ્તાનું સમારકામ પૂર્ણ કરે.
    Click here to Read More
    Previous Article
    Manipur: 48-Hour Shutdown Over Killings Of 3 Women Disrupts Life
    Next Article
    નવસારીમાં 39 વર્ષીય મહિલાએ એપાર્ટમેન્ટના ધાબા પરથી ઝંપલાવ્યું:ધોરણ-12 માં ભણતી દીકરીએ માતા ગુમાવી, મહિલા બીમારીથી પીડાતી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment