Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યાયિક પરિવર્તનો પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો:શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને બાલાજી કોલેજ ઓફ લો દ્વારા આયોજન

    2 days ago

    શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને વડોદરા સ્થિત બાલાજી કોલેજ ઓફ લો દ્વારા ભારતીય ન્યાયિક પ્રક્રિયામાં આવેલા ઐતિહાસિક પરિવર્તનોને સમજવા માટે એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કાયદાકીય નિષ્ણાતો, વકીલો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વાઈસ ચાન્સેલર પ્રો. હરિભાઈ કટારીયાએ કર્યું હતું. તેમણે કાયદાકીય શિક્ષણના સતત અપડેટ અને તેના સામાજિક મહત્વ પર ભાર મૂક્યો હતો. ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ રવિ આર. ત્રિપાઠી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા કાયદાઓની વ્યાવહારિક અસરો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે નવા કાયદાઓ ન્યાયતંત્ર માટે નવી તકો સાથે પડકારો પણ લાવ્યા છે, જેના માટે દરેક કાયદાવિદે સજ્જ થવું અનિવાર્ય છે. તકનીકી સત્રોમાં પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ જે.એન. બ્રહ્મભટ્ટ, ડૉ. અકીલ અલી સૈયદ અને રાજસ્થાન યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડીન ડૉ. સંજુલા થાનવીએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે પીએચ.ડી સ્કોલર્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને એડવોકેટ્સ સાથે સીધો સંવાદ સાધી કાયદાના આધુનિકીકરણ અંગેના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ આયોજન અંગે બાલાજી સંસ્થાના ચેરમેન ડૉ. ધર્મેશ જે. પટેલ અને પ્રેસિડેન્ટ ડૉ. ગિરીશ જે. પટેલે જણાવ્યું હતું કે, નવા અમલી બનેલા કાયદાઓ વિશે વિદ્યાર્થીઓ અને ન્યાયિક વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોમાં જાગૃતિ લાવવી એ સમયની માંગ છે. આ સેમિનાર કાયદાની આધુનિક અસરોને સમજવામાં એક મહત્વનું માધ્યમ બન્યું છે. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સીમાં બિનહિસાબી સિલિન્ડર મળ્યા:જિલ્લા પુરવઠા અધિકારીએ ₹33,785નો જથ્થો સીઝ કર્યો
    Next Article
    ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારનો વિદાય સમારંભ:અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા અને સન્માન ગાર્ડ સાથે ગૌતમ પરમારને વિદાય અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment