Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું રેન્જ IGએ ઇન્સ્પેક્શન કર્યું:રાજેન્દ્રસિંહ ચુડાસમાએ દફતરી રેકોર્ડ અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી

    1 day ago

    ​જુનાગઢ જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન કામગીરીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોનું તબક્કાવાર ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત જુનાગઢ રેન્જ આઇ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જુનાગઢ સિટીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈને વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું. આ તકે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસ સ્ટેશનની સમગ્ર કામગીરી, વિવિધ દફતરી રેકોર્ડ તેમજ સ્ટાફની સજ્જતાની બારીકાઈથી સમીક્ષા કરી હતી. ગુનાખોરી અટકાવવા નાઇટ પેટ્રોલિંગ વધારવા સૂચના રેન્જ IG રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સ્થળ પર હાજર રહીને ક્રાઇમને લગતા રેકોર્ડ, વહીવટી રેકોર્ડ તથા ગુપ્ત રેકોર્ડ સહિતના તમામ અગત્યના કાગળો અને રજિસ્ટરોની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોનો રોલ કોલ લેવામાં આવ્યો હતો. આ વાર્ષિક તપાસણી વેળાએ જુનાગઢ જિલ્લા એસપી તથા ડીવાયએસપી પણ ખાસ હાજર રહ્યા હતા. અધિકારીઓ દ્વારા ગુનાઓનું ડિટેક્શન વધારવા, ગુનાખોરી અટકાવવા માટે પ્રિવેન્શન પગલાં લેવા, નાઇટ રાઉન્ડ વધુ સઘન બનાવવા તેમજ સામાન્ય નાગરિકોની સેવા, સુરક્ષા અને સલામતી માટે જરૂરી એવી તમામ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા અને વિશેષ સૂચનાઓ આપીને સ્ટાફને માર્ગદર્શિત કરવામાં આવ્યો હતો. ચેઇન સ્નેચિંગ અને મોબાઇલ ફોનની ચીલઝડપના ગુનાની શકયતા વધારે આઇજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જુનાગઢ સિટીનું બી ડિવિઝન પોલીસ સ્ટેશન અત્યંત ગીચ અને વેપારી વિસ્તાર ધરાવતું મહત્વનું પોલીસ સ્ટેશન છે. આવા વિસ્તારોમાં અવારનવાર ચેઇન સ્નેચિંગ અને મોબાઇલ ફોનની ચીલઝડપ જેવા ગુનાઓ થવાની શક્યતાઓ રહેતી હોય છે. જેથી તેમણે માધ્યમોના મારફતે જાહેર જનતાને વિનંતી કરી હતી કે જ્યારે પણ લોકો બજારમાં ખરીદી કે અન્ય કામકાજ માટે નીકળે ત્યારે પોતાના કિંમતી મુદ્દામાલ જેવા કે રોકડ રકમ, મોબાઇલ ફોન કે સોનાની ચેઇન વગેરે બાબતે પૂરતી તકેદારી રાખે જેથી સ્નેચિંગ કે ચોરી જેવા બનાવો બનતા અટકાવી શકાય. ​ઘણીવાર લોકોની નાની બાબતોમાં બેદરકારીના કારણે કિંમતી મુદ્દામાલ ગુમ થવાના કે ચોરાઈ જવાના બનાવો બની જતા હોય છે. પોલીસ વિભાગ પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવી જ રહ્યો છે, પરંતુ નાગરિકો પણ પોતે સાવચેત અને સચેત રહે તે ખૂબ જ જરૂરી છે. તેમણે લોકોને ખાતરી આપતા જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લા પોલીસ અને સમગ્ર જુનાગઢ રેન્જ પ્રજાની સેવા, સુવિધા અને સુરક્ષા માટે સતત અને અવિરતપણે કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા:દેશભક્તિ અને સંસ્કારનો સંગમ, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
    Next Article
    Top Cop In Bihar's Siwan Removed After AK-47 Used During July Student Protests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment