Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોરાબજાર ચોકમાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો:ફરજ દરમિયાન અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંક્યા, ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા

    10 hours ago

    ભાવનગર શહેરના વોરા બજાર વિસ્તારમાં ફરજ પર તૈનાત ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરી લોહીયાણ ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. છરીના ઘા ઝીંકી હેડ કોન્સ્ટેબલને લોહીયાણ ઈજાઓ પહોંચાડી ભાવનગર શહેરના મધ્યમાં આવેલા વોરાબજાર ચોક પાસે ફરજ પર તૈનાત ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ વર્નીત બારોટ પર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતાં ચકચાર મચી છે. ફરજ દરમિયાન બનેલી આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલને છરીના ઘા ઝીંકવામાં આવતાં તેઓને લોહીયાણ ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, હેડ કોન્સ્ટેબલ પર હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો હતો અને હુમલાખોર કોણ છે તે અંગેની વિગતો હજુ સુધી સામે આવી નથી. આ બનાવ સંદર્ભે ટ્રાફિક પોલીસ મથકના પીઆઈએ ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનું સુરેન્દ્રનગરમાં સરપ્રાઈઝ ચેકિંગ:સબજેલમાં કેદીઓ માટે બહારથી આવતાં ટિફિન પર પ્રતિબંધ મૂકાયો; વિવિધ પોલીસ મથકોએ નિરીક્ષણ કર્યું
    Next Article
    ભરતનગરના યુવકના ગૂગલ પે માંથી રૂ.64,000 ઉપડી ગયા:એપીકે ફાઈલ કે અન્ય લિંકથી મોબાઈલ હેંગ કરી શખ્સે ઠગાઈ આચરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment