Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિધ્ધપુર SBI બેન્કે 'માય બ્રાન્ચ માય એમ્બેસેડર' કાર્યક્રમ યોજ્યો:ઉદ્યોગપતિ અને કોર્પોરેટર આમીરખાન પઠાણ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

    14 घंटे पहले

    દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની સિધ્ધપુર શાખા દ્વારા 'માય બ્રાન્ચ માય એમ્બેસેડર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સિધ્ધપુરના યુવા ઉદ્યોગપતિ, બિલ્ડર અને નગરપાલિકાના કોર્પોરેટર આમીરખાન પઠાણની SBI સિધ્ધપુર બ્રાન્ચના ઓફિશિયલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે. બેન્કના ગ્રાહકો અને સ્થાનિક અગ્રણીઓ સાથેના સંબંધો વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજાયો હતો. બેન્ક પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાખાના મેનેજર વિજયસિંહ ચૌહાન તેમજ ઉચ્ચ અધિકારીઓએ આમીરખાન પઠાણની સમાજ પ્રત્યેની નિષ્ઠા અને વ્યવસાયિક શાખને ધ્યાને લઈને આ બહુમાન આપ્યું હતું. મહાનુભાવોના હસ્તે તેમને 'માય બ્રાન્ચ માય એમ્બેસેડર' અંકિત ખાસ ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સિધ્ધપુરના વેપારી મંડળો, નગરપાલિકાના સાથી સભ્યો અને મિત્ર વર્તુળ તરફથી આમીરખાન ઐયુબખાન પઠાણ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    પટણી દેવીપૂજક સમાજના નવા બંધારણનું લોકાર્પણ:શિક્ષણ, સંગઠન અને જાગૃતિનો વ્યાપ વધારવાનો ઉદેશ્ય; કુરિવાજો નાબૂદ કરવા અમલમાં મુકાયું
    Next Article
    મોંઘીદાટ ડિશ આપતા પ્રખ્યાત બાલાજી થાળના લોટમાં ધનેડા નીકળ્યાં:150 કિલો જથ્થાનો નાશ, સંચાલકનો લુલો બચાવ; રાજકોટ મનપાએ નોટિસ આપીને દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment