Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ એરપોર્ટના એરોસ્પેસ પર વરસાદી પાણી ટપક્યા !:હિરાસરમાં ₹326 કરોડના ખર્ચે નિર્મિત આંતરરાષ્ટ્રીય હવાઈઅડ્ડામાં ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવ્યા

    11 hours ago

    PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્વરૂપ રાજકોટના હિરાસરમાં સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટનો કુલ ખર્ચ અંદાજે ₹1,405 થી ₹2,654 કરોડ છે. નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનો ખર્ચ ₹326 કરોડ છે અને તેમાં કુલ 4 એરોબ્રિજ (એરોસ્પેસ) છે. જોકે તેમાંથી એક એરો સ્પેસ પર વરસાદી ટપકવાનું શરૂ થઈ ગયું છે. જેને કારણે હવાઈ મુસાફરોને ફ્લાઇટમાં જવા અને આવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી પસાર થતા વિદેશી મુસાફરો પણ બાંધકામમાં થયેલા સંભવિત ભ્રષ્ટાચારને વખોડી રહ્યા છે. રાજકોટ એરપોર્ટ માત્ર નામનું જ ઇન્ટરનેશનલ છે. આ એરપોર્ટ ખૂલ્લું મૂકાયાના 3 વર્ષ બાદ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ નથી ત્યારે અહીંના બાંધકામના ભ્રષ્ટાચારની ચાળી ખાતા બનાવો વારંવાર બને છે.ભૂતકાળમાં કેનોપી પડવી, ટર્મિનલ અને લગેજમાં પાણી ટપકવા જેવી ફરિયાદો સામે આવી હતી તો હવે તો આ વર્ષે હજુ ચોમાસુ પુરુ જામ્યુ નથી ત્યા એરોબ્રિજમાં પણ છતમાંથી પાણી ટપકવા લાગ્યા છે. વર્ષ-2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના ડ્રીમ પ્રોજેક્ટ અને પ્રથમ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ એટલે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું. પરંતુ ત્યાર બાદ જાણે આ એરપોર્ટના વિકાસનું પ્લેન ઉપર ઉડ્યું જ ન હોય તેમ દર ચોમાસામાં તંત્રની આબરૂ ધૂળ-ધોવાણ થઈ રહીં છે. રૂ.1,405 કરોડના ખર્ચે તૈયાર થયેલા એરપોર્ટમાં ટર્મિનલમાંથી ફ્લાઈટ પર બેસવા માટે કુલ ચાર એરોબિજ છે. તેમાંથી શુક્રવારના એર એરોબ્રિજમાં પાણી ટપકવા લાગતા મુસાફરોએ તેમાંથી પસાર થવું પડયુ હતુ. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દૈનિક 13 જેટલી ફ્લાઈટો ઉડાન ભરે છે તો તેમાં કુલ 5000 જેટલા મુસાફરોનું આવવાગમન હોય છે. કેટલાક વિદેશી મુસાફરો અને દિવ્યાંગ મુસાફરો પણ આ એરોબ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. આ એરપોર્ટ પર કુલ 4 એરોબ્રિજ છે. જેની મદદથી મુસાફરો વિમાનમાંથી સીધા બહાર આવ્યા વગર સુરક્ષિત રીતે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશી શકે છે.ઉનાળા, ચોમાસા કે ઠંડી જેવી ખરાબ વાતાવરણની સ્થિતિમાં મુસાફરોને બસ કે સીડી વગર સરળતા અને આરામ મળે છે.રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે 5 તો નવી મુંબઈ માટેની નવી 1 ફ્લાઇટ છે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરી હતી. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરી રહી છે. હાલ ગોવાની ફ્લાઈટ બંધ છે.
    Click here to Read More
    Previous Article
    સાઈ ઈંફીનીયમ કંપની સાથે 80 હજારથી વધુની છેતરપિંડી:પૂર્વ એકાઉન્ટન્ટે વર્તમાન કર્મચારીઓની મિલીભગતથી આચર્યો છેતરપિંડી અને વિશ્વાસઘાત, ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    મહીસાગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ:બાલાસિનોરમાં સૌથી વધુ 25 મિમી, તંત્ર એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment