Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઈ ઈંફીનીયમ કંપની સાથે 80 હજારથી વધુની છેતરપિંડી:પૂર્વ એકાઉન્ટન્ટે વર્તમાન કર્મચારીઓની મિલીભગતથી આચર્યો છેતરપિંડી અને વિશ્વાસઘાત, ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

    9 hours ago

    ભાવનગર શહેરના આતાભાઈ ચોક ખાતે આવેલ ‘સાઈ ઈંફીનીયમ’ ટી.એમ.ટી. સળિયા બનાવતી કંપનીમાં આચરવામાં આવેલી છેતરપિંડી અને વિશ્વાસઘાતની એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં કંપનીના મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી કાયેદસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ​મૂળ ભાવનગરના જનક રેસિડેન્સીમાં રહેતા અને સાઈ ઈંફીનીયમ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ભુપતસિંહ ચૌહાણએ ફરિયાદ માં જણાવ્યું હતું કે, ગત તા.7/7/26 ના રોજ કંપની દ્વારા ‘ભાગ્યલક્ષ્મી ટ્રેડર્સ’ નામના વેપારીને ચૂકવવાપાત્ર રકમ રૂ.82,805 ની ચુકવણી કરવાની હતી ​પરંતુ, કંપનીના નાણાકીય વ્યવહારોમાં હેરાફેરી કરીને ભાગ્યલક્ષ્મી ટ્રેડર્સની બેંક વિગતોના બદલે કંપનીના જ પૂર્વ એકાઉન્ટન્ટ રોહિત મકવાણાએ તેના મિત્ર રવી પ્રવીણભાઈ બારૈયા રહે.સરિતા સોસાયટી, ભાવનગર ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. નામ ભાગ્યલક્ષ્મી ટ્રેડર્સનું જ રાખીને બેંક ખાતા નંબર અન્ય વ્યક્તિનો નાખી કંપની સાથે આર્થિક ઠગાઈ કરવામાં આવી હતી. ​ગત તા.20/7/26 ના રોજ રિચાર્જ બાબતે કંપનીમાં થયેલી પૂછપરછ દરમિયાન આ ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. મેનેજરે શંકા જતાં તપાસ કરી પૂર્વ એકાઉન્ટન્ટ રોહિત મકવાણાનો સંપર્ક કરતા તેણે ભૂલથી રકમ આવી હોવાનું જણાવ્યું હતું, બાદમાં વધુ કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, આ કામમાં કંપનીમાં હાલ ફરજ બજાવતા હિરલ લખાણી અને વિશાલ કનાડાએ પણ તેને તેના મિત્રનું બેંક ખાતું આપવા માટે કહ્યું હતું અને કમિશનનું આશ્વાસન આપ્યું હતું. બાદમાં આરોપીએ છેતરપિંડીથી મેળવેલા નાણાં મેનેજરના ખાતામાં પરત જમા કરાવી દીધા હતા અને આ બાબતે શેઠને કંઈ ન કહેવા દબાણ કર્યું હતું., ​કંપનીનાા હિસાબો અને બેંકિંગ પ્રક્રિયા સાથે સીધા સંકળાયેલા રહીને અગાઉ નોકરી છોડી ચૂકેલા પૂર્વ કર્મચારી રોહિત મકવાણાએ વર્તમાન સ્ટાફના હિરલ લખાણી અને વિશાલ કનાડાની મિલીભગતથી કંપનીના નાણાં મિત્ર રવી બારૈયાના ખાતામાં મંગાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે., ​આ મામલે મેનેજર ભગીરથસિંહ ચૌહાણએ નિલમબાગ પોલીસ મથકે રવી પ્રવીણભાઈ બારૈયા, રોહિત મકવાણા, કર્મચારીઓ હિરલ અને વિશાલ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો, પોલીસ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..
    Click here to Read More
    Previous Article
    વૈભવ તત્વવાદીએ કહ્યું- નસીરુદ્દીન શાહ પાસેથી શીખી સાચી એક્ટિંગ:સંજય લીલા ભણસાલીએ ગળે લગાવીને કહ્યું- "યુ હેવ ડન અ ફિનોમિનલ જોબ"
    Next Article
    રાજકોટ એરપોર્ટના એરોસ્પેસ પર વરસાદી પાણી ટપક્યા !:હિરાસરમાં ₹326 કરોડના ખર્ચે નિર્મિત આંતરરાષ્ટ્રીય હવાઈઅડ્ડામાં ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment