Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રને તાકીદ:ભુજમાં પાણી વિતરણ મુદ્દે ધારાસભ્ય સક્રિય : તાકીદની બેઠક બોલાવી તંત્રનું પુછાણું લીધું

    11 hours ago

    ભુજ શહેરમાં પ્રખર ઉનાળાની વચ્ચે પાણીના અનિયમિત વિતરણને લઈને લોકોમાં ભારે રોષ વચ્ચે ‘દિવ્ય ભાસ્કર’માં છપાયેલા અહેવાલને પગલે ગુરુવારે બપોરે ધારાસભ્ય કેશુભાઈ પટેલે તાત્કાલિક બેઠક બોલાવી તંત્રનું પુછાણું લેતા કડક સૂચનાઓ આપી હતી. બેઠકમાં પ્રાંત અધિકારી, પાલિકાના મુખ્ય અધિકારી, વોટર સપ્લાય બ્રાન્ચના ઇજનેર સહિત સંબંધિત વિભાગોને હાજર રાખી શહેરમાં પાણીની ફરિયાદ ઊભી ન થાય તે માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં ભરવા આદેશ અપાયા હતા. ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાણી વિતરણમાં ગેરરીતિ કે અવરોધ ઉભો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો જરૂર પડે તો ‘ભૂતિયા કનેક્શન’ તાત્કાલિક કાપી નાખવા તેમજ પાણીના ટાંકા અથવા વિતરણ કામગીરી દરમિયાન હેરાનગતિ કરનાર સામે FIR નોંધાવવાની પણ સૂચના આપવામાં આવી હતી. પાણી જેવી મૂળભૂત જરૂરિયાતમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવી સૂચના આપી હતી. બેઠક અંગે માહિતી આપતા વોટર સપ્લાય બ્રાન્ચના ઇજનેર શિવમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગત સોમવારે શહેરમાં પાણી વિતરણ કરાયું હતું, પરંતુ મંગળવારે નર્મદાની લાઈનમાં અચાનક લીકેજ જણાતા જીડબલ્યુઆઈએલ દ્વારા રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં અંદાજે 24 કલાક જેટલો સમય લાગતા પાણી પુરવઠાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. બુધવારે સવારે પુરવઠો ફરી શરૂ થયો હતો, પરંતુ દબાણ ઓછું હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પૂરતું વિતરણ થઈ શક્યું નહોતું. આ દરમિયાન માધાપર વિસ્તારમાં પાણી વિતરણ મુદ્દે લોકોમાં ભારે બબાલ સર્જાઈ હતી. વધતી ગરમી અને અનિયમિત પુરવઠાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. બેઠક દરમિયાન ધારાસભ્યએ પાણી વિતરણમાં રહેલી ત્રુટીઓની વિગતવાર સમીક્ષા કરી અને તાત્કાલિક નિયમિતતા લાવવા અધિકારીઓને તાકીદ કરી હતી. દર ઉનાળે પાણી વિતરણ મોટો પડકાર શહેરમાં દર ઉનાળે પાણી વિતરણ મોટો પડકાર બની રહે છે. અનુભવી અધિકારીઓ અને કર્મચારીઓના સંકલનથી જ ભુજ જેવા વિસ્તૃત શહેરમાં પાણીનું યોગ્ય સંચાલન શક્ય બને. હવે જોવાનું એ રહેશે કે મળતા પુરવઠાની સામે તંત્ર પાણીનું નિયમિત અને સમતોલ વિતરણ જાળવી શકે છે કે નહીં.
    Click here to Read More
    Previous Article
    પરિપત્ર જારી કરાયો:કચ્છ યુનિ. અને કોલેજોના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અઠવાડિયે એક દિવસ ‘નો મોટર વ્હિકલ ડે’ ઉજવશે
    Next Article
    80 જેટલા અરજદારો થયા પરેશાન:આરટીઓમાં સર્વર ઠપ થતા ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા આપવા આવેલા અરજદારો અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment