Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિપત્ર જારી કરાયો:કચ્છ યુનિ. અને કોલેજોના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અઠવાડિયે એક દિવસ ‘નો મોટર વ્હિકલ ડે’ ઉજવશે

    12 hours ago

    તાજેતરમાં મોંઘા પેટ્રોલ-ડીઝલની આયાતને કારણે દેશના અર્થતંત્ર પર પડતી અસરને નિવારવા વડાપ્રધાન દ્વારા કરાયેલી ઈંધણ બચતની અપીલને કચ્છ યુનિ.એ આવકારી છે. રાજ્યપાલના સચિવાલય તરફથી મળેલા પત્ર અન્વયે કચ્છ યુનિવર્સિટી દ્વારા ઈંધણ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે મહત્વનો પરિપત્ર કરાયો છે. કચ્છ યુનિવર્સિટી હસ્તકની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને અનુસ્નાતક ભવનોના અધિકારીઓ, કર્મચારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને અઠવાડિયે એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે પાળવા અનુરોધ કરાયો છે. આ દિવસે શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા તમામ લોકો સાયકલ, પગપાળા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે. આ સિવાય વાહનોના સહિયારા ઉપયોગ દ્વારા ઈંધણનો બચાવ કરવો, શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક મીટિંગ્સ, Ph.D. વાયવા અને કમિટી બેઠકો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓનલાઇન યોજવી, કચેરીમાં લાઈટ, પંખા, એસી અને કોમ્પ્યુટર જેવા સાધનોનો બિનજરૂરી ઉપયોગ ટાળી વીજળી બચાવવા જણાવાયું છે. આ પગલાંથી બચેલા ઈંધણનો માસિક અહેવાલ દર મહિનાની 5 તારીખ સુધીમાં યુનિવર્સિટીને મોકલી આપવા આદેશ કરાયો છે. અગાઉની સાયકલો ધૂળ ખાઈ રહી છે, ગ્રીન કેમ્પસની ખાલી વાતો જ થઈ યુનિવર્સિટીએ અઠવાડિયે એક દિવસ નો મોટર વ્હિકલ ડે ઉજવવાનો પરિપત્ર તો જાહેર કર્યો છે, પરંતુ યુનિવર્સિટીનો ભૂતકાળનો અનુભવ જોતા આ નવો આદેશ કેટલો અમલી બનશે તે સામે પ્રશ્નાર્થો ઉભા થયા છે. અગાઉ યુનિવર્સિટીના ગેટ પાસે બેંકના સહયોગથી નવી સાયકલોની વ્યવસ્થા કરાઈ હતી. વિશાળ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પ્રદૂષણ રહિત અવરજવર કરી શકે તે માટે ગ્રીન કેમ્પસ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે મોટાભાગની સાયકલો ભંગાર બની ગઈ છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાલમાં કાર કે બાઈકનો જ ઉપયોગ કરી રહ્યા છે અને કોઈ સાયકલ અડતું પણ નથી. રૂસાની ગ્રાન્ટમાંથી ગ્રીન કેમ્પસ બનાવવાની મોટી જાહેરાતો કરાઈ હતી. પરંતુ આ વાતો પણ અત્યાર સુધી હવામાં જ છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે જ્યારે નવો પરિપત્ર બહાર પાડીને અઠવાડિયે એક દિવસ સાયકલ કે પગપાળા આવવાનો આદેશ કરાયો છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું આ વખતે ખરેખર અમલવારી થશે કે પછી આ પરિપત્ર પણ અગાઉની યોજનાઓની જેમ માત્ર કાગળ પર જ રહેશે ?
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:દેવભૂમિ દેવળીયામાં અધિક મદદનીશ ઇજનેર પર હુમલો
    Next Article
    તંત્રને તાકીદ:ભુજમાં પાણી વિતરણ મુદ્દે ધારાસભ્ય સક્રિય : તાકીદની બેઠક બોલાવી તંત્રનું પુછાણું લીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment