Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં શિક્ષણના સ્તરને વધુ ઉંચુ લાવવા પ્રયાસ:કચ્છના શિક્ષણને પ્રાધાન્ય આપવા સતત પ્રયત્નશીલ : કલેકટર આનંદ પટેલ

    9 hours ago

    કચ્છમાં શિક્ષણના સ્તરને વધુ ઉંચુ લાવવા અને માળખાગત સુવિધા સુદ્રઢ કરવાના હેતુથી કલેકટર આનંદ પટેલે વહીવટી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં જિલ્લાની 11 શાળાઓ માટે જમીન ફાળવણીના હુકમો કરાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જણાવ્યા અનુસાર, અગાઉ 11 અને તાજેતરમાં 11 એમ કુલ 22 શાળાને શિક્ષણ હેતુ માટે જમીન ફાળવાઈ છે. આ ઉપરાંત ગ્રામીણ સ્તરે બાળકો રમતગમતમાં આગળ વધે તે માટે 9 તાલુકામાં કુલ 105 રમતગમતના મેદાનો નીમ કરવાનો નિર્ણય લેવાયો છે. કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ તેમના માટે હંમેશા અગ્રતાક્રમે રહ્યું છે. તેઓની રાજ્યના શિક્ષણ વિભાગમાં શાળાઓની કચેરી, ગાંધીનગર ખાતે નિયામક તરીકે બદલી થતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે અભિનંદન પાઠવ્યા હતા. હુકમ સોંપણી સમયે નિવાસી અધિક કલેકટર ડી. પી. ચૌહાણ અને જિલ્લા શિક્ષણાધિકારી વતી વર્ગ-2 અધિકારી ડૉ. અશ્વિનસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. કુલ 11 માંથી 5 શાળા માટે દાતાઓ આગળ આવ્યા હતા. જેમાં વાગડ મોખરે છે. જે શાળાઓને જમીન ફાળવાઈ તેની યાદી મેઘપર (બો), મોડવદર, બાંડિયા, અમરાપર, ભુજોડી, વાંઢ (માંડવી), વડાલા, ફુલરા, પીપર, લુણી અને બંધડી વિદ્યાનંદની પ્રોજેક્ટ: 399 કન્યાઓ બોર્ડ પરીક્ષામાં સફળ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા કચ્છ મહિલા વિકાસ સંગઠન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યરત વિદ્યાનંદની પ્રોજેક્ટના પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. ગત વર્ષે જે 500 દીકરીઓને શિક્ષણમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો, તેમાંથી એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 399 કન્યાઓ ઉત્તીર્ણ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    80 જેટલા અરજદારો થયા પરેશાન:આરટીઓમાં સર્વર ઠપ થતા ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા આપવા આવેલા અરજદારો અટવાયા
    Next Article
    World War News | લાતવિયાના PM એવિકા સિલિનાનું રાજીનામું | War | Drone Issue | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment