Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર મામલે આરોપીને હાઈકોર્ટમાંથી જામીન:ઊના કોર્ટે ફગાવતા હાઇકોર્ટે 25 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા, 28 જાન્યુઆરીએ ધરપકડ થઈ હતી

    1 day ago

    હાઇકોર્ટમાં રાજકોટના 22 વર્ષીય રોહિત જખાણીયાએ જામીન અરજી કરી આવી હતી. જેને હાઈકોર્ટે 25 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે. અરજદારે ગીર-સોમનાથના જસાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુના અંતર્ગત રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. અગાઉ ઊનાની કોર્ટે તેની જામીન અરજી નકારી નાખી હતી. કાળિયાર હરણનું શિંગડું મળ્યાનો આરોપ અરજદાર પર અન્ય સહ-આરોપીઓ સાથે મળીને રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવાનો, તેનું માંસ અને પીંછા ફેંકી દેવાનો, તેમજ તેમના અસ્થાયી નિવાસસ્થાનેથી કાળિયાર હરણનું શિંગડું અને શિકાર માટે ક્લચ વાયરની જાળ મળી આવવાનો આરોપ છે. હાઇકોર્ટે 25 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. અરજદાર 28 જાન્યુઆરીથી જેલમાં છે. આ ગુન્હામાં આજીવન કેદ કે મૃત્યુદંડની સજાની જોગવાઈ નથી અને અરજદારનો કોઈ ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ નથી. કેસની ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગશે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે તેને 25 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'આશ્રમ'ના સુંદરલાલે PM મોદીને અવગણ્યા?:82 વર્ષીય અનિલ રસ્તોગીએ કહ્યું- મારી ઉંમરના કારણે ભૂલ થઈ; રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર મળ્યો
    Next Article
    વધુ એક સગીરા સાથે દુષ્કર્મ:બહેનપણીના કૌટુંબિક ભાઈએ પ્રેમ સંબંધ કેળવી વાડી વિસ્તાર અને મકાનમાં લઈ જઈ દેહ ચૂંથ્યો, શારીરિક સંબંધ બાંધતી વખતે વીડિયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment