Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 લોકો પાસેથી લક્ઝમબર્ગના વર્ક વિઝાના બહાને 12.25 લાખ પડાવ્યા:શાસ્ત્રીનગરની યુવતી સાથે ઠગાઈ, અગાઉ પણ કંપનીના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

    2 days ago

    અમદાવાદના શાસ્ત્રીનગરમાં રહેતી યુવતી સહિત 3 લોકો સાથે વિઝા કન્સલ્ટન્સીના માલિકે લક્ઝમબર્ગના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 12.25 લાખ રૂપિયા પડાવ્યા છે. જે લોકો પાસેથી પૈસા લીધા તે તમામ લોકોની ફાઇલ કેન્સલ થઈ હતી.ફાઇલ કેન્સલ થતા પૈસા માંગતા આરોપી અલગ અલગ બહાના બતાવતો હતો જે મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિઝા પેટે 9 લાખ ફી આપવા યુવતીને જણાવ્યું શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય કૃપા જોશી ખાનગી કંપનીમાં એચઆરની જોબ કરે છે. કૃપાને વિદેશ જવું હોવાથી ઓનલાઇન ફોર્ચ્યુન ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટન્સી કંપનીની જાહેરાત જોઈ ઓફિસ મળવા ગઈ હતી. આ દરમિયાન કૃપાને એક કર્મચારી મળ્યો હતો જેને લક્ઝમબર્ગના વિઝા કરી આપવાનું જણાવી વિઝા પેટે 9 લાખ ફી આપવા જણાવ્યું હતું. યુવતીએ ટુકડે ટુકડે 5.10 લાખ રૂપિયા આપ્યા હતા. 12.25 લાખ લઈને ત્રણ લોકોના વિઝા ન કરાવી આપતા ફરિયાદ યુવતીનો સંપર્ક કન્સલ્ટન્સી કંપનીના માલિક વૈભવ શિંદે સાથે થયો હતો. યુવતીને વૈભવ શિંદેએ વિઝા માટે અલગ અલગ બહાના આપ્યા હતા. વૈભવે યુવતીની બે અલગ અલગ દેશની વિઝાની ફાઇલ મૂકી જે બંને ફાઇલ રિજેક્ટ થઈ હતી. જેથી યુવતીએ પૈસા પરત માંગ્યા હતા પરંતુ વૈભવ અલગ અલગ બહાના બતાવતો હાથોમાં દરમિયાન યુવતીને અન્ય બે વ્યક્તિ મળ્યા હતા, જેમની પાસેથી વિઝાના નામે 1.50 લાખ અને 5.65 લાખ રૂપિયા લીધા હતા. આમ કુલ 12.25 લાખ લઈને ત્રણ લોકોના વિઝા ન કરાવી આપતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.વૈભવ શિંદે વિરુદ્ધ અગાઉ પણ વિઝા અંગેની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદીએ કહ્યું, લોકોના આશીર્વાદથી મારી 25 વર્ષની યાત્રા પૂર્ણ:દેશભરમાંથી કાર્યકર્તાઓ વર્ચ્ચુઅલી કાર્યક્રમ નિહાળી રહ્યા છે, વડનગરમાં સેવા જ્યોતિ યાત્રાનું સમાપન
    Next Article
    અમરેલીના બાબરકોટમાં કૂવામાં પડેલી સિંહણનું રેસ્ક્યુ:જાફરાબાદ તાલુકામાં વનવિભાગે રાત્રે ઓપરેશન પાર પાડી 1 વર્ષની બાળ સિંહણને સુરક્ષિત ઉગારી;એનિમલ કેર સેન્ટર ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment