Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના બાબરકોટમાં કૂવામાં પડેલી સિંહણનું રેસ્ક્યુ:જાફરાબાદ તાલુકામાં વનવિભાગે રાત્રે ઓપરેશન પાર પાડી 1 વર્ષની બાળ સિંહણને સુરક્ષિત ઉગારી;એનિમલ કેર સેન્ટર ખસેડાઈ

    2 days ago

    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા બાબરકોટ ગામમાં મોડી રાત્રે 1 વર્ષની સિંહણ અચાનક કૂવામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મોડી રાત સુધી જટિલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે ભારે જહમત બાદ સિંહણને સુરક્ષિત બહાર કાઢી હતી. વનવિભાગની સમયસરની કામગીરીથી બાળ સિંહણનો જીવ બચી ગયો હતો. કૂવામાં પડેલી સિંહણનું મોડી રાત્રે રેસ્ક્યુ બાબરકોટ ગામમાં આવેલા એક જૂના કૂવામાં મોડી રાત્રે 1 વર્ષની બાળ સિંહણ અચાનક પડી ગઈ હતી. કૂવામાંથી અવાજ આવતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને સ્થાનિક લોકોએ તરત જ વનવિભાગને જાણ કરી હતી. કૂવો ઊંડો હોવાથી સિંહણ પોતે બહાર નીકળી શકે તેમ નહોતી. વનવિભાગની ટીમે હાથ ધર્યું સફળ ઓપરેશન ઘટનાની માહિતી મળતા જ જાફરાબાદ રેન્જના RFO જિજ્ઞાસા છેતરણીય વનવિભાગના સ્ટાફ સાથે બાબરકોટ પહોંચ્યા હતા. તેમની સાથે ફોરેસ્ટર, ટ્રેકર્સ અને રોડ મિત્ર સહિતના કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાયા હતા. વનવિભાગની ટીમે જરૂરી સાધન-સામગ્રી સાથે કૂવામાં રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. મોડી રાત્રે ભારે જહમત બાદ સિંહણને સહેજ પણ ઈજા વગર સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. સિંહણને કેર સેન્ટર ખસેડાઈ, પેટ્રોલિંગની માગ રેસ્ક્યુ કર્યા બાદ સિંહણના સ્વાસ્થ્ય પરીક્ષણ માટે તેને બાબરકોટના એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી હતી. બાબરકોટ અને આસપાસના વિસ્તારોમાં સિંહો અનુકૂળ વાતાવરણના કારણે સતત વધી રહ્યા છે. આ વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધતાં ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. લોકોની સુરક્ષા અને વન્યજીવોના રક્ષણ માટે ગ્રામજનોએ વનવિભાગ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    3 લોકો પાસેથી લક્ઝમબર્ગના વર્ક વિઝાના બહાને 12.25 લાખ પડાવ્યા:શાસ્ત્રીનગરની યુવતી સાથે ઠગાઈ, અગાઉ પણ કંપનીના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
    Next Article
    કલેક્ટર, DDO અને રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત:ડભોડા સરપંચ બેઠક એસસી માટે અનામત કરવાની માગણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment