Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા હોવાનો વિડીયો વાયરલ:​જૂનાગઢના મજેવડી દરવાજા પાસે રોષે ભરાયેલા લોકોએ પાડી જનતા રેડ; વિડીયો વાયરલ થતા પોલીસે ₹3200 નો દેશી દારૂ ઝડપી પાડ્યો, બુટલેગર ફરાર

    3 days ago

    ​જૂનાગઢ શહેરના મજેવડી દરવાજા પાસે આવેલા ચુનારાવાસ વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના દૂષણથી સ્થાનિક લોકો લાંબા સમયથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે લોકો દ્વારા અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. પોલીસની આવી કથિત નિષ્ક્રિયતા વચ્ચે સોશિયલ મીડિયા પર દારૂ વેચાતો હોવાનો એક વિડીયો જોરદાર વાયરલ થયો હતો, જેના પગલે લોકોનો આક્રોશ બેવડાયો હતો. ​આખરે કંટાળેલા અને રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોએ જાતે જ એકત્રિત થઈને આ વિસ્તારમાં જનતા રેડ કરી દીધી હતી. લોકોએ ઘટનાસ્થળેથી ગેરકાયદેસર દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડીને તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. જનતા રેડનો આ સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થતાં સ્થાનિક પોલીસ તંત્ર તાબડતોબ હરકતમાં આવ્યું હતું અને ઘટનાસ્થળે દોડી ગયું હતું. ​બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પંચોની હાજરીમાં તપાસ હાથ ધરીને સ્થળ પરથી આશરે ૧૬ લીટર જેટલો દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત ₹3200/- જેટલી થાય છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને એફ.એસ.એલ. તપાસ માટે સેમ્પલ પણ લીધા છે. જો કે, જનતા રેડ દરમિયાન સ્થાનિક બુટલેગર તોફીક સલીમભાઇ દલ પોતાના મકાનમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ​આ સમગ્ર મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ફરાર આરોપી બુટલેગર વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ ગુન્હો નોંધીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ કાનુભાઈ કરમટા ચલાવી રહ્યા છે, જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. જૂનાગઢના મજેવડી દરવાજા બહાર આવેલા ચુનારાવાસ વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના દૂષણને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં પાનની દુકાન ધરાવતા સ્થાનિક નાગરિક દિલાવરખાન રહેમતખાન પઠાણે આ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.​તેમને જણાવ્યું કે બુટલેગરો અને દારૂડિયાઓ અવારનવાર પાનની દુકાને આવીને તોફાન મચાવે છે, રસ્તા પરથી પસાર થતા લોકોને રોકીને ગાળો ભાંડે છે અને વેપારીઓ પાસેથી જબરદસ્તીથી મફતમાં માલ-સામાન પડાવી જાય છે. બુટલેગરોના ત્રાસથી કંટાળીને સ્થાનિક લોકોએ જાતે જ એકત્રિત થઈને 'જનતા રેડ' પાડી હતી. આ આકસ્મિક રેડ દરમિયાન નાગરિકોએ ઘટનાસ્થળેથી આશરે 50 થી 60 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લોકોએ કાયદો હાથમાં લેવાને બદલે જાગૃતતા દાખવી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પકડાયેલો તમામ મુદ્દામાલ પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર લેન્ડ કમિટી બેઠક યોજાઈ:ગ્રામીણ ગરીબ પરિવારોને રહેણાંક પ્લોટ મળવાનો માર્ગ મોકળો, 161 અરજીઓ મંજૂર
    Next Article
    કુકરમુંડા પોલીસે સાયબર ફ્રોડનો વોન્ટેડ આરોપી ઝડપ્યો:ઓપરેશન મ્યુલ હંટ હેઠળ બનાસકાંઠાથી ધરપકડ, પ્રધાનમંત્રી મુદ્રા લોનના નામે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment