Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર લેન્ડ કમિટી બેઠક યોજાઈ:ગ્રામીણ ગરીબ પરિવારોને રહેણાંક પ્લોટ મળવાનો માર્ગ મોકળો, 161 અરજીઓ મંજૂર

    3 days ago

    હિંમતનગર તાલુકા લેન્ડ કમિટીની બેઠકમાં કુલ 243 અરજીઓમાંથી રેકોર્ડબ્રેક 161 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં વસતા સામાન્ય અને ગરીબ પરિવારોને રહેણાંક પ્લોટ મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. આ બેઠક સોમવારે પ્રાંત કચેરી ખાતે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી જે.બી. પાંડવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ નરેશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમને ઝડપી તથા પારદર્શક કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ કામગીરીને જનહિતમાં મહત્વપૂર્ણ ગણાવી હતી. આ ઉપરાંત, હિંમતનગર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય વી.ડી. ઝાલાની અધ્યક્ષતામાં તાલુકા આયોજન સમિતિની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ નરેશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન નારણ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન દક્ષાબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્યો અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન તાલુકાના વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોમાં મળવાપાત્ર ગ્રાન્ટનું આયોજન કરી વિકાસ કાર્યોને વધુ ગતિ મળે તે માટે જરૂરી આયોજન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કટરથી પત્નીનું ગળું કાપી પતિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી:પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઈ,ઘરકંકાસના કારણે વડોદરામાં દંપતીના 15 વર્ષના લગ્નજીવનનો કરુણ અંત
    Next Article
    જૂનાગઢમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા હોવાનો વિડીયો વાયરલ:​જૂનાગઢના મજેવડી દરવાજા પાસે રોષે ભરાયેલા લોકોએ પાડી જનતા રેડ; વિડીયો વાયરલ થતા પોલીસે ₹3200 નો દેશી દારૂ ઝડપી પાડ્યો, બુટલેગર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment