Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:વીજ બિલમાં યુનિટદીઠ 15 પૈસાનો વધારો, ત્રણ મહિનાનો તફાવત ઓક્ટોબરના બિલમાં આવશે

    19 hours ago

    ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના ગ્રાહકોને વીજળીના બિલમાં હવે વધુ નાણાં ચૂકવવા પડશે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વીજ વપરાશ પર લાગુ પડતા ફ્યુઅલ એન્ડ પાવર પર્ચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ (FPPAS)માં વધારો કરાયો છે. 1 જુલાઈ, 2026થી ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ રૂ.2.30થી વધારીને રૂ.2.45 કરવામાં આવ્યો છે. એટલે કે યુનિટદીઠ 15 પૈસાનો વધારો થયો છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના વધારાનો તફાવત ઓક્ટોબરના વીજ બિલમાં એકસાથે આવશે. યુજીવીસીએલના પરિપત્ર મુજબ, અગાઉ 13 મે, 2026ના આદેશથી એપ્રિલ 2026થી વીજ વપરાશ માટે રૂ.2.30 પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જ નક્કી કરાયો હતો. હવે તેમાં સુધારો કરીને 1 જુલાઈથી રૂ.2.45 પ્રતિ યુનિટ બેઝ FPPAS અને 3.99 ટકા વેરિયેબલ FPPAS લાગુ કરવામાં આવ્યો છે. તા.25 માર્ચ 2026ના ટેરિફ ઓર્ડર મુજબ, 3.99% વેરિયેબલ FPPASની ગણતરી ગ્રાહકના એનર્જી ચાર્જ+ બેઝ એફપીપીએએસ (રૂ.2.45/ યુનિટ) + ફિક્સ્ડ/ ડિમાન્ડ ચાર્જના સરવાળા પર કરવામાં આવશે. આ ચાર્જ એક્સેસ ડિમાન્ડ ચાર્જ, ટાઇમ ઓફ યુઝ ચાર્જ અથવા પેનલ્ટી/રિબેટ પર લાગુ થશે નહીં. આ નવા દર મુજબ વીજ બિલની વસૂલાત કરવા મહેસાણા, સાબરમતી, હિંમતનગર અને પાલનપુર સર્કલ સહિત તમામ સંબંધિત કચેરીઓને સૂચના અપાઈ છે. વીજ બિલમાં ફ્યુઅલ ચાર્જ વધ્યો, તમારા‎ ખિસ્સા પર કેટલી અસર પડશે?‎ પ્રશ્ન: ફ્યુઅલ ચાર્જમાં કેટલો વધારો થયો? જવાબ: પ્રતિ યુનિટ બેઝ ફ્યુઅલ ચાર્જ રૂ.2.30થી વધારીને રૂ.2.45 કરાયો છે. એટલે પ્રતિ યુનિટ 15 પૈસાનો વધારો થયો છે. પ્રશ્ન: 100 યુનિટમાં કેટલો તફાવત પડશે? જવાબ: માત્ર બેઝ ફ્યુઅલ ચાર્જની ગણતરી કરીએ તો 100 યુનિટ પર રૂ.15, 200 યુનિટ પર રૂ.30 અને 500 યુનિટ પર રૂ.75નો તફાવત પડશે. પ્રશ્ન: ગ્રાહકનો ફ્યુઅલ ચાર્જ કેટલો થશે? જવાબ: જૂના દરે 200 યુનિટ માટે બેઝ ફ્યુઅલ ચાર્જ રૂ.460 થતો હતો. નવા દરે આ ચાર્જ રૂ.490 થશે. એટલે રૂ.30નો વધારો થશે. જોકે, અંતિમ બિલમાં અન્ય લાગુ ચાર્જ પણ સામેલ થશે. પ્રશ્ન: ત્રણ માસનો તફાવત ક્યારથી ઉમેરાશે? જવાબ: જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન થયેલા વીજ વપરાશનું બિલ અગાઉના દરે ભર્યું હોય તો નવા દર અને અગાઉના દર વચ્ચેનો ફ્યુઅલ તફાવત ઓક્ટોબરના બિલમાં ઉમેરાઈ શકે છે. વાસ્તવિક રકમ વીજ કંપનીની બિલિંગ પદ્ધતિ અને ગ્રાહકના વપરાશ પર આધારિત રહેશે. પ્રશ્ન: 3.99% વેરિયેબલ સરચાર્જની ગણતરી કેવી રીતે થાય છે? જવાબ: એનર્જી ચાર્જ, બેઝ ફ્યુઅલ ચાર્જ અને ફિક્સ્ડ અથવા ડિમાન્ડ ચાર્જના સરવાળા પર 3.99% વેરિયેબલ સરચાર્જ ગણાય છે. એક્સેસ ડિમાન્ડ ચાર્જ, ટાઇમ ઓફ યુઝ ચાર્જ તેમજ પેનલ્ટી કે રિબેટ પર આ સરચાર્જ લાગુ પડતો નથી. પ્રશ્ન: ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને પણ આ વધારો લાગુ પડશે ? જવાબ: ખેતીવાડી વીજ ગ્રાહકોને આ સરચાર્જના વધારામાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્ય સરકાર ખેતીવાડી વીજ વપરાશ માટે વીજ વિતરણ કંપનીઓને અલગથી સબસિડી આપે છે. પ્રશ્ન: ગ્રાહકે વીજ બિલમાં શું તપાસવું? જવાબ: ગ્રાહકે બિલમાં યુનિટ વપરાશ, બેઝ ફ્યુઅલ ચાર્જ, વેરિયેબલ સરચાર્જ અને અગાઉના સમયગાળાનો કોઈ તફાવત ઉમેરાયો છે કે નહીં તે તપાસવું જોઈએ. બિલમાં વધારો સમજાતો ન હોય તો સંબંધિત વીજ કંપની પાસેથી તેની ગણતરીની વિગતો માગી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    કચરો એકત્ર થવાની સંભાવનાવાળા 9 સ્થળે મહાપાલિકાની નજર‎:મહેસાણામાં જાહેર સ્થળોએ કચરો ફેંકતા 12 લોકો પાસેથી રૂ.8 હજાર દંડ વસૂલાયો
    Next Article
    Who To Be Blamed For India's Loss vs WI After Scoring 249? Gambhir's Answer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment