Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચરો એકત્ર થવાની સંભાવનાવાળા 9 સ્થળે મહાપાલિકાની નજર‎:મહેસાણામાં જાહેર સ્થળોએ કચરો ફેંકતા 12 લોકો પાસેથી રૂ.8 હજાર દંડ વસૂલાયો

    20 hours ago

    મહેસાણા શહેરને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવા મહાનગરપાલિકાએ કચરો એકત્ર થવાની સંભાવના ધરાવતા 9 સ્થળે દેખરેખ વધારી છે. આ સ્થળોએ કચરો ફેંકતા 12 લોકોને પકડી રૂ.8 હજારનો દંડ વસૂલાયો છે. સેનેટરી તંત્રએ કહ્યું કે, જાહેર રસ્તાઓ કે ખુલ્લા પ્લોટમાં કચરો ફેંકતા લોકો સામે હવે કાયદાનુસાર કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાએ ડી-માર્ટ ચોકડી, વિસનગર રોડ પર એન.જી. સ્કૂલ પાસે, વિનાયક રેસિડેન્સી સામે પુલના છેડે, ભીમનાથ મંદિર પાછળ, હૈદરી ચોક મસ્જિદ પાછળ, સિદ્ધાર્થ સ્કૂલ પાસે, રિવેરા હોટેલ સામે, ચંદન પાર્ક પાસે રાજકમલ પેટ્રોલ પંપની પાછળ અને રાધનપુર રોડ પર ગંધાતા નાળા આગળના સ્થળોને ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ તરીકે ચિહ્નિત કર્યાં છે. આ તમામ સ્થળે વોર્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. જાહેર સ્થળોએ કચરો ફેંકવાથી ગંદકી ફેલાવાની સાથે રોગચાળાનું જોખમ પણ વધી શકે છે. આથી મહાપાલિકાએ નાગરિકોને ઘર, દુકાન અને વ્યવસાયિક એકમોમાંથી નીકળતો ભીનો અને સૂકો સહિતનો કચરો અલગ કરીને ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનમાં જ આપવા અપીલ કરી છે. કચરો ફેંકતા લોકો સામે મનપાની ટીમે સ્થળ પર દંડ વસૂલાત કરી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં ખેલૈયાઓની પસંદગી બદલાઈ‎:ભારે ગામઠી પોષાક છોડીને હવે હળવા ડ્રેસ તરફ ખેલૈયાઓનો ટ્રેન્ડ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વીજ બિલમાં યુનિટદીઠ 15 પૈસાનો વધારો, ત્રણ મહિનાનો તફાવત ઓક્ટોબરના બિલમાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment