Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં ખેલૈયાઓની પસંદગી બદલાઈ‎:ભારે ગામઠી પોષાક છોડીને હવે હળવા ડ્રેસ તરફ ખેલૈયાઓનો ટ્રેન્ડ

    20 hours ago

    નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહેસાણામાં ખેલૈયાઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે ગરબાના ગ્રાઉન્ડ પર માત્ર તાલ અને સ્ટેપ્સ જ નહીં, પરંતુ ખેલૈયાઓના પોષાકમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ભારે ભરખમ ગામઠી વર્ક અને વજનદાર પોષાક પહેરીને ગરબા રમવાનો ક્રેઝ હતો, પરંતુ હવે ખેલૈયાઓ હળવા, ઓછા વર્ક, સિમ્પલ લુકવાળા ટ્રેડિશનલ ડ્રેસને વધુ પસંદ કરી રહ્યા છે. મહેસાણા શહેરમાં નવરાત્રી દરમિયાન અંદાજે 2 હજારથી વધુ ખેલૈયાઓ ભાડે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમે છે. હાલ રૂ.350થી 1500 સુધીના એક દિવસના ભાડાના ડ્રેસનું બુકિંગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ ગરબા દરમિયાન સતત હલનચલન કરવું પડતું હોવાથી ખેલૈયાઓ હવે દેખાવની સાથે આરામને પણ મહત્વ આપી રહ્યા છે. પરિણામે ભારે ગામઠી વર્કવાળા પોષાકોની સરખામણીએ હળવા અને સિમ્પલ ડ્રેસની માગ વધી છે. બીજી તરફ નવરાત્રીમાં અલગ દેખાવા માટે વેશભૂષા પહેરીને ગરબા રમવાનો ટ્રેન્ડ પણ ઝડપથી વધી રહ્યો છે. એક દિવસ માટે રૂ.200થી 500ના ભાડે મળતી વિવિધ વેશભૂષામાં ખાસ કરીને બાળકોની માગ વધુ છે. વેપારીઓના અંદાજ પ્રમાણે આ વખતે મહેસાણા શહેરમાં આશરે 500 જેટલા વેશભૂષાના પોષાકનું બુકિંગ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રી મહોત્સવ:મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં ચપ્પલ ઉતારી ખેલૈયાઓ ગરબા રમશે, પ્રવેશદ્વારે કુમકુમ તિલકથી સ્વાગત
    Next Article
    કચરો એકત્ર થવાની સંભાવનાવાળા 9 સ્થળે મહાપાલિકાની નજર‎:મહેસાણામાં જાહેર સ્થળોએ કચરો ફેંકતા 12 લોકો પાસેથી રૂ.8 હજાર દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment