Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રી મહોત્સવ:મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં ચપ્પલ ઉતારી ખેલૈયાઓ ગરબા રમશે, પ્રવેશદ્વારે કુમકુમ તિલકથી સ્વાગત

    21 hours ago

    મહેસાણાના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે સંસ્કાર ભારતી દ્વારા 11થી 19 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં પ્રવેશતા લોકોનું કુમકુમ તિલકથી સ્વાગત કરાશે અને ખેલૈયાઓ ચપ્પલ ઉતારીને ગરબા રમશે. ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ ગરબા રમવાની વ્યવસ્થા કરાઈ છે. ખેલૈયાઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મહોત્સવના આયોજનને આખરી ઓપ આપવા 19 સપ્ટેમ્બરે વણીકર ક્લબ ખાતે બેઠક યોજાઈ હતી. તેમાં સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ અભેસિંહભાઈ રાઠોડ, પ્રાંત મહામંત્રી જયદીપસિંહ રાજપૂત અને જિલ્લા સમિતિના અધ્યક્ષ જિતેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. ગત ભાદરવી પૂનમના દિવસે શાસ્ત્રી અમિત આચાર્યના માર્ગદર્શન હેઠળ મહોત્સવના સ્થળે ધ્વજારોહણ અને જવેરારોપણની વિધિ કરાઈ હતી. પ્રથમ નોરતે ઘટસ્થાપન સાથે નવ દિવસ માતાજીની પૂજા, આરતી, પ્રસાદ અને ચંડીપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કાર ભારતીનો આ મહોત્સવ માત્ર ગરબા પૂરતો સીમિત નહીં રહે, પરંતુ કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા અને સંસ્કારોને કેન્દ્રમાં રાખીને ઉજવાશે. આદ્યશક્તિ મા જગદંબાની આરાધના સાથે પરંપરાગત ગરબી અને માતાજીના છંદોની પરંપરાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ પણ કરાશે. પ્રથમ અને બીજા નોરતે અનિલભાઈ વંકાણી, ત્રીજા અને ચોથા નોરતે રાજલબેન બારોટ, જ્યારે પાંચમાથી નવમા નોરતા સુધી નયનભાઈ પંચોલી અને કલ્યાણીબેન કૌઠાળકર તેમના વાદ્યવૃંદ સાથે ગરબા રજૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:અવધ કોમ્પલેક્ષમાં પાર્કિંગ જગ્યામાં બનેલી 4 દુકાનો તોડી પડાઈ
    Next Article
    મહેસાણામાં ખેલૈયાઓની પસંદગી બદલાઈ‎:ભારે ગામઠી પોષાક છોડીને હવે હળવા ડ્રેસ તરફ ખેલૈયાઓનો ટ્રેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment