Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકરમુંડા પોલીસે સાયબર ફ્રોડનો વોન્ટેડ આરોપી ઝડપ્યો:ઓપરેશન મ્યુલ હંટ હેઠળ બનાસકાંઠાથી ધરપકડ, પ્રધાનમંત્રી મુદ્રા લોનના નામે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા

    1 day ago

    કુકરમુંડા પોલીસે "ઓપરેશન મ્યુલ હંટ" અંતર્ગત એક વર્ષથી નાસતા ફરતા સાયબર ક્રાઈમના વોન્ટેડ આરોપીને બનાસકાંઠા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સાયબર ગુના આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીને પર્સનલ લોનની જરૂરિયાત હોવાથી તેમણે ગૂગલ પર 'પ્રધાનમંત્રી મુદ્રા લોન' પેજ સર્ચ કર્યું હતું. આ દરમિયાન એક અજાણ્યા ઇસમે ફરિયાદીના મોબાઇલ નંબર પર વોટ્સએપ કોલ અને સાદો ફોન કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ, આ ઠગોએ અલગ-અલગ યુ.પી.આઈ. આઈડી પર બોન્ડ, ઇન્સ્યોરન્સ, ટી.ડી.એસ. ચાર્જ, ઇ.એમ.આઈ. પ્રોટેક્શન અને એન.ઓ.સી. વાઉચર જેવા બહાના હેઠળ લોન મંજૂર કરાવવાના નામે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ફરિયાદીના એસ.બી.આઈ. બેંક એકાઉન્ટ અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના એકાઉન્ટમાંથી ગૂગલ-પે અને પેટીએમ એપ મારફતે કુલ રૂપિયા 57,717/- ની ઓનલાઇન છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. આ અંગે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ કુકરમુંડા પોલીસ દ્વારા એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે બનાસકાંઠા તેમજ પાટણ ખાતે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે સાયબર ફ્રોડ કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીનું નામ મુકેશભાઈ નેમાભાઈ માળી (ઉંમર વર્ષ 26, રહે. સરદારપુરા, તા. દિયોદર, જી. બનાસકાંઠા/વાવ-થરાદ) છે. કુકરમુંડા પોલીસે તેની કાયદેસરની કાર્યવાહી કરીને અટકાયત કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ હજુ પણ વોન્ટેડ છે. તેમાં લવ અરવિંદભાઈ વિક્રમભાઈ મહેશ્વરી (રાઠી) (રહે. થરાદ), સીપાઈ અમીરખાન રીયાઝ મોહમ્મદ (રહે. ડીસા) અને વિજયભાઈ કાંતિલાલ પરમાર (રહે. પાલનપુર) નો સમાવેશ થાય છે. કુકરમુંડા પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરીને આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા હોવાનો વિડીયો વાયરલ:​જૂનાગઢના મજેવડી દરવાજા પાસે રોષે ભરાયેલા લોકોએ પાડી જનતા રેડ; વિડીયો વાયરલ થતા પોલીસે ₹3200 નો દેશી દારૂ ઝડપી પાડ્યો, બુટલેગર ફરાર
    Next Article
    રાજકોટમાં આધુનિક જીમનો પ્રારંભ:મવડીનાં વાજપેયી સ્પોર્ટ્સ સંકુલમાં અદ્યતન ફિટનેસ મશીનો, ટ્રેડમિલ્સ-કાર્ડિયો સેક્શન અને ટ્રેનર સહિતની સુવિધા; ફી માત્ર રૂ.500

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment