Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઈલ સ્નેચરને લોકોએ 500 મીટર દોડાવી દબોચ્યો:પકડાઈ જતાં આરોપીએ ચપ્પુ મારવાની ધમકી આપી, થાંભલા સાથે માથું અથડાવ્યું; પથ્થર માથામાં માર્યા, પોલીસે ધરપકડ કરી

    13 hours ago

    સુરતમાં અસામાજિક તત્વો અને મોબાઈલ સ્નેચરો સામે હવે નાગરિકો પણ સતર્ક બન્યા છે. ડિંડોલી-ભેસ્તાન રોડ પર એક રાહદારીનો મોંઘોદાટ સ્માર્ટફોન આંચકીને ભાગી રહેલા રીઢા તસ્કરને સ્થાનિક લોકોએ ફિલ્મી ઢબે 500 મીટર સુધી પીછો કરીને ઝડપી પાડ્યો હતો. લોકોના હાથે પકડાઈ જતાં આરોપીએ બચવા માટે લોકો પર ચપ્પુ મારવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ડ્રામા રચતાં પોતાનું માથું થાંભલા સાથે અથડાવી પથ્થરથી ઈજા પહોંચાડી હતી. જોકે, લોકોએ હિંમત દાખવી તેને કાબૂમાં લઈ ડિંડોલી પોલીસને સોંપી દીધો હતો. રાહદારીનો ફોન ઝૂંટવી ભાગ્યો, લોકોએ પીછો કર્યો મળતી માહિતી મુજબ, ડિંડોલી-ભેસ્તાન રોડ પરથી એક રાહદારી પોતાના મોબાઈલ પર વાતચીત કરતાં પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તકની રાહ જોઈને ઊભેલા એક અજાણ્યા શખ્સે અચાનક રાહદારીના હાથમાંથી ઝપટ મારીને મોબાઈલ છિનવી લીધો હતો અને ભાગવા લાગ્યો હતો. ભોગ બનનાર રાહદારીએ તાત્કાલિક બૂમાબૂમ કરતાં આસપાસના જાગૃત નાગરિકો દોડી આવ્યા હતા અને આરોપીની પાછળ દોટ મૂકી હતી. 500 મીટર સુધી દોડ લગાવી લોકોએ દબોચી લીધો મોબાઈલ છિનવીને ભાગતો આરોપી સાંકડી ગલીઓ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ હિંમત હાર્યા વગર અંદાજે 500 મીટર સુધી તેની પાછળ દોડીને તેને ખુલ્લા પ્લોટમાં ઘેરી લીધો હતો. લોકોએ તેને પકડીને તેની પાસેથી છિનવી લેવાયેલો મોબાઈલ ફોન પણ સુરક્ષિત રીતે કબજે કરી લીધો હતો. ચપ્પુની ધમકી આપી, પકડાઈ જતાં ખુદનું માથું ફોડવાનો ડ્રામા કર્યો લોકોના સકંજામાંથી છૂટવા માટે આરોપીએ ચપ્પુથી લોકોને મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. જોકે, લોકો પીછેહઠ ન કરતાં આરોપીએ પોતાને ઈજા પહોંચાડી લોકોને ફસાવવાનો ખેલ રચ્યો હતો. તેણે જાહેરમાં જ રસ્તા પર આવેલા વીજળીના થાંભલા સાથે પોતાનું માથું જોરજોરથી અથડાવવા માંડ્યું હતું અને નીચે પડેલા પથ્થર વડે પોતાના જ માથામાં ઈજા પહોંચાડી લોહીલુહાણ થઈ ગયો હતો. આરોપીના આ હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે પણ લોકોએ તેને ભાગવા દીધો નહોતો. ડિંડોલી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, કાર્યવાહી શરૂ આ સમગ્ર ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ અને ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ડિંડોલી પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્ત આરોપીની અટકાયત કરી તેને પ્રાથમિક સારવાર અપાવવાની તજવીજ હાથ ધરી હતી. હાલ ડિંડોલી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસવાની અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે. પકડાયા બાદ ચોર ધમકી આપી રહ્યો હતો: સ્થાનિક સંદીપ નામના સ્થાનિક યુવકે જણાવ્યું કે, તેઓ અંબિકા વિલા નજીક રહે છે. ત્યાં રસ્તા પરથી એક વ્યક્તિ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલા એક અજાણ્યા શખ્સે તેનો મોબાઇલ ઝૂંટવી લીધો અને ભાગવા લાગ્યો. આ જોઈને સંદીપ અને અન્ય લોકોએ તરત જ ચોરનો પીછો કર્યો હતો. આશરે અડધો કિલોમીટર સુધી દોડ્યા બાદ તેઓએ આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયા બાદ તે ચોર ધમકી આપી રહ્યો હતો કે, તમારો ચહેરો મને યાદ છે, હું તમને જોઈ લઈશ. જોકે, સ્થાનિક લોકોએ ડર્યા વગર તેને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. અવારનવાર મોબાઇલ સ્નેચિંગ જેવી ઘટનાઓ સામે આવે છે વધુમાં તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. સોસાયટીમાંથી કે ઘરમાંથી લોકો નીકળે ત્યારે દિવસ હોય કે રાત, અવારનવાર મોબાઇલ સ્નેચિંગ જેવી ઘટનાઓ સામે આવે છે. આવી બનાવો એકવાર નહીં પરંતુ અસંખ્ય વખત બન્યા હોવાથી લોકોમાં અસુરક્ષાનો માહોલ છે. આથી, તેઓએ પોલીસ વિભાગ પાસે માંગ કરી છે કે આવા ગુનાઓ અટકાવવા માટે તાત્કાલિક યોગ્ય અને કડક પગલાં લેવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    On Camera, Cop Climbs Car Roof, Chases Smugglers For 40 km In Tamil Nadu
    Next Article
    નારી ચોકડી ઓવરબ્રિજ પર બે કાર સામસામે ભટકાઈ:કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કઢાયા, હાઇ-વે પર ટ્રાફિક જામ સર્જાતા પોલીસે હળવો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment