Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસે સોનું-ચાંદી થયા સસ્તાં:સોનું ₹3,106 ઘટીને ₹1.41 લાખે આવ્યું; ચાંદી ₹5,437 સસ્તી, આ વર્ષે ચાંદીના ભાવમાં ₹49 હજારનો ઘટાડો

    2 days ago

    ધનતેરસ પર આજે સોના-ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 3,106 રૂપિયા ઘટીને લગભગ 1.41 લાખ રૂપિયા પર આવી ગયા છે. એક કિલો ચાંદી 5,437 રૂપિયા સસ્તી થઈને 1.81 લાખ રૂપિયા પર આવી ગઈ છે. તેના એક દિવસ પહેલાં સોનું 1.44 લાખ અને ચાંદી 1.87 લાખ રૂપિયા પર હતી. આ વર્ષે ચાંદી 49 હજાર રૂપિયા સસ્તી થઈ છે. અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો આ વર્ષે સોનું ₹8 હજાર મોંઘું અને ચાંદી ₹49 હજાર સસ્તી આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2026માં અત્યાર સુધી સોનું 8 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે ચાંદી 49 હજાર રૂપિયા સસ્તી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે હવે 1.41 લાખ રૂપિયા થઈ ગયો છે. જ્યારે, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે 1.81 લાખ રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનું 1.76 લાખ રૂપિયા અને ચાંદી 3.86 લાખ રૂપિયા ઓલટાઇમ હાઈ પર પહોંચી હતી. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    સોના-ચાંદીના ભાવમાં 20 થી 25 ટકાના ઘટાડો:ધનતેરસે પાટણના જ્વેલર્સ બજારમાં ગ્રાહકોનો ધસારો, ચાંદી કરતાં સોનાનું વધુ વેચાણ
    Next Article
    'હું સમાજસેવા માટે ચોપડા વહેંચવા ગયો હતો':રાહુલ ગાંધીની રેલીમાં ન જઈને યુથ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ નેતાઓના કારણો, વોટ્સએપમાં હૈયાવરાળ ઠાલવી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment