Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું સમાજસેવા માટે ચોપડા વહેંચવા ગયો હતો':રાહુલ ગાંધીની રેલીમાં ન જઈને યુથ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ નેતાઓના કારણો, વોટ્સએપમાં હૈયાવરાળ ઠાલવી

    2 days ago

    વોટ ચોરીના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે 1 નવેમ્બરે દિલ્હી ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી વિશાળ રેલી અને સભામાં ગેરહાજર રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના 49 જેટલા હોદ્દેદારો સામે આકરાં પગલાં લેવામાં આવ્યાં છે. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના આદેશથી પ્રદેશ જનરલ સેક્રેટરી તેમજ 24 જિલ્લાના યુથ કોંગ્રેસ પ્રમુખોને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરી સસ્પેન્ડ કરવામાં આવતાં સંગઠનમાં મોટો ભૂકંપ સર્જાયો છે. આટલી મોટી સંખ્યામાં પદાધિકારીઓ પર એકસાથે કાર્યવાહી થતાં યુવા કાર્યકરો અને નેતાઓમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે. સિનિયર નેતાઓ સામે આંખ આડા કાન અને યુવા નેતાઓ સામે જ કેમ કાર્યવાહી? એકસાથે 49 હોદ્દેદારોને પદભ્રષ્ટ કરવામાં આવતાં નારાજ કાર્યકર્તાઓએ પક્ષના આંતરિક વોટ્સએપ ગ્રૂપ અને ‘સંગઠન સૃજન અભિયાન’ ગ્રૂપમાં ખુલ્લેઆમ બળાપો ઠાલવ્યો છે. કાર્યકરોએ 49 સસ્પેન્ડેડ નેતાઓની યાદી શેર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક ટોચના નેતાઓ, સિનિયર આગેવાનો તેમજ જિલ્લા અને શહેર પ્રમુખો પણ દિલ્હી રેલીમાં હાજર રહ્યા ન હતા તો તેમના વિરુદ્ધ કેમ કોઈ પગલાં લેવાયાં નથી? યુથ કોંગ્રેસના નેતાઓની ટિકિટ કાપીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જેમને ટિકિટ અપાઈ હતી તે નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા નહોતા, શું તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવશે? એવા આકરા સવાલો સાથે કાર્યકર્તાઓએ પક્ષના બેવડા વલણ સામે મોરચો માંડ્યો છે. 5 મહિના સુધી લાઠીઓ ખાધી અને પક્ષે સાંભળ્યા વગર જ હોદ્દા છીનવ્યા કાર્યકર્તાઓએ બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, છેલ્લા 5 મહિનાથી જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે તેઓ સતત રસ્તા પર ઊતરીને આંદોલનો અને રેલીઓ કરી રહ્યા હતા. આ સંઘર્ષ દરમિયાન તેમણે પોલીસ કેસો અને સરકારી કાર્યવાહીનો સામનો કર્યો હોવા છતાં પક્ષે તેમની સાચી પરિસ્થિતિ કે કારણ સાંભળ્યા વિના એક ઝાટકે હોદ્દા છીનવી લીધા છે. તેમણે પ્રદેશ પ્રમુખને અગાઉથી જાણ કરી હોવા છતાં કોઈ ખુલાસો પૂછ્યા વિના સીધા સસ્પેન્ડ કરાયા તે બાબતનું ભારે મનદુઃખ છે. કોઈ વ્યવસ્થા નહોતી, સ્વખર્ચે દિલ્હી જવાનું હતું વડોદરા શહેર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પવન ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમના પિતાનું આંખનું ઓપરેશન હતું અને માતા પણ બીમાર હોવાથી તેઓ દિલ્હી જઈ શક્યા નહોતા, જે અંગે અગાઉથી હોસ્પિટલના રિપોર્ટ પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યા હતા. તેમણે વાસ્તવિકતા વર્ણવતાં જણાવ્યું હતું કે, દિલ્હી જવા માટે પાર્ટી તરફથી કોઈ પ્રવાસ કે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. કાર્યકરોએ સ્વખર્ચે જવાનું હોવાથી જે લોકો આર્થિક સક્ષમ હતા તે જ પહોંચી શક્યા હતા. જોકે હવે વાતચીત બાદ પક્ષ દ્વારા પુનઃવિચારણા કરવાની ખાતરી આપવામાં આવી છે. અગાઉથી જાણ કરી છતાં પક્ષે બલિનો બકરો બનાવ્યો પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ માઈકલ જોસેફે જણાવ્યું હતું કે, સામાજિક પ્રસંગ હોવાથી તેમણે 28 તારીખે જ પ્રદેશ પ્રમુખને આમંત્રણ પત્રિકા મોકલી દીધી હતી. તેઓ અગાઉ બે વખત ચૂંટણી જીતીને ત્રીજી ટર્મ માટે જિલ્લા પ્રમુખ બન્યા છે અને ભૂતકાળના તમામ કાર્યક્રમો સફળ બનાવ્યા છે છતાં ભૂતકાળની કામગીરી ધ્યાને લીધા વિના કાર્યવાહી કરાઈ છે. એ જ રીતે અમદાવાદ ભાઈપુરા વોર્ડના પૂર્વ જનરલ સેક્રેટરી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, ટ્રેનની ટિકિટ કરાવી હોવા છતાં અચાનક તબિયત લથડતાં તેઓ જઈ શક્યા નહોતા. જેથી, તેઓ નિર્ણય સામે પુનઃવિચારણા કરવા રજૂઆત કરશે. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસનો સમગ્ર દેશમાં કડક આદેશ સમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશના સ્તરે લેવાયેલા આદેશના પગલે કરવામાં આવી છે. જે હોદ્દેદારોને દિલ્હી આવવા માટે અધિકૃત રીતે કોલ આપવામાં આવ્યો હતો અને તેઓ ગેરહાજર રહ્યા હતા, તે તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી રેલી બાદ યોજાયેલી ઓનલાઇન બેઠકમાં આ સામૂહિક નિર્ણય લેવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ધનતેરસે સોનું-ચાંદી થયા સસ્તાં:સોનું ₹3,106 ઘટીને ₹1.41 લાખે આવ્યું; ચાંદી ₹5,437 સસ્તી, આ વર્ષે ચાંદીના ભાવમાં ₹49 હજારનો ઘટાડો
    Next Article
    મેઘાણીનગરમાં ધનતેરસના પર્વે 4500 લક્ષ્મી-કુબેર યંત્રની વિશેષ પૂજા:શાયોના પરિવાર દ્વારા ભક્તો પર મા લક્ષ્મીની કૃપા અર્થે આયોજન, 18 વર્ષથી અવિરત ચાલતી પરંપરા જળવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment