Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘાણીનગરમાં ધનતેરસના પર્વે 4500 લક્ષ્મી-કુબેર યંત્રની વિશેષ પૂજા:શાયોના પરિવાર દ્વારા ભક્તો પર મા લક્ષ્મીની કૃપા અર્થે આયોજન, 18 વર્ષથી અવિરત ચાલતી પરંપરા જળવાઈ

    2 days ago

    અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં આવેલા ધર્માત્મા કુટીરમાં ધનતેરસના પર્વ નિમિત્તે 4500 જેટલા લક્ષ્મી યંત્ર અને કુબેર યંત્રની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 18 વર્ષથી અહીં દર વર્ષે ધનતેરસના દિવસે લક્ષ્મી યંત્ર અને કુબેર યંત્રની પૂજા કરવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. આ વર્ષે પણ આશરે 4500 ગોલ્ડ પ્લેટેડ લક્ષ્મી યંત્ર અને કુબેર યંત્રને ધાર્મિક વિધિ-વિધાન સાથે પૂજવામાં આવ્યાં હતાં. પૂજા બાદ તમામ યંત્રો લોકોને પ્રસાદી સ્વરૂપે અર્પણ કરાયા શાયોના પરિવારના ઘનશ્યામ પટેલ દ્વારા દર વર્ષે આ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા બાદ તમામ યંત્રો લોકોને પ્રસાદી સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે. લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય તેમજ માતા લક્ષ્મીની કૃપા દરેક પરિવાર પર વરસતી રહે તેવા શુભ આશય સાથે આ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ પૂજામાં ભાગ લઈ ધનતેરસના પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી. મારા પિતા છેલ્લા 18 વર્ષથી શ્રીયંત્રનું પૂજન-અર્ચન છે: યોગેશ આયોજકના પુત્ર યોગેશભાઈએ જણાવ્યું હતું કે, મારા પિતા છેલ્લા 18 વર્ષથી શ્રીયંત્રનું પૂજન-અર્ચન કરવાનું આ કાર્ય કરે છે. તેમજ શ્રીયંત્ર ઉપર દીપિકા બનાવે છે. તેઓ દર વર્ષે શ્રીયંત્રના સાડા ત્રણથી ચાર લાખ જાપ પણ કરાવે છે. તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોના જીવનનું કલ્યાણ થાય, સૌ સુખી બને, સમાજને આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. આ મહાપૂજા અને યજ્ઞનો દિલથી લાભ અમને મળી રહ્યો છે. હું મારા પિતાનો ખૂબ-ખૂબ આભાર માનું છું. આ શ્રીયંત્રની પૂજાના પ્રતાપે દરેકના ઘરમાં માં લક્ષ્મી આવે છે અને સુખ-શાંતિ જળવાઈ રહે, તે માટે મારા પપ્પા અને ઉપસ્થિત સર્વે બ્રાહ્મણો દિલથી આશીર્વાદ આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'હું સમાજસેવા માટે ચોપડા વહેંચવા ગયો હતો':રાહુલ ગાંધીની રેલીમાં ન જઈને યુથ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ નેતાઓના કારણો, વોટ્સએપમાં હૈયાવરાળ ઠાલવી
    Next Article
    રાજુલામાં લાયસન્સ વગર ફટાકડા વેચતા બે સામે કાર્યવાહી:નાયબ કલેક્ટર અક્ષર વ્યાસની ટીમે અંદાજે 1 લાખ રૂપિયાના ફટાકડા જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment