Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ₹310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ:‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’; દેશભરના 290 ભોગ બનનારાઓની રકમ ટ્રાન્સફર કરનાર ટોળકીના 5 આરોપી ઝડપાયા

    3 days ago

    જૂનાગઢ રેન્જ DIGP રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત વેરાવળ ખાતેથી આશરે 310 કરોડ રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે NCCRP અને સમન્વય પોર્ટલની મદદથી ઓનલાઈન ઠગાઈ માટે પોતાના બેંક ખાતા ભાડે આપતા 5 આરોપીઓની ધરપકડ કરી છે. જિલ્લાના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. NCCRP પોર્ટલની ફરિયાદોથી શંકાસ્પદ ખાતાઓ ટ્રેક થયા સાયબર પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સમન્વય તેમજ NCCRP પોર્ટલ પર નોંધાયેલી દેશભરની ફરિયાદોનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન પોલીસને બે ચોક્કસ બેંક ખાતાઓ પર શંકા ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ ખાતાધારકો માત્ર કમિશન મેળવવાની લાલચે સાયબર ઠગોને પોતાના ખાતા વાપરવા આપતા હતા, જેને ગુનાહિત ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ’ કહેવામાં આવે છે. માત્ર બે બેંક ખાતામાંથી 310 કરોડના વ્યવહારો આ સમગ્ર કૌભાંડમાં બેંક ઓફ ઇન્ડિયા અને કેનરા બેંકના ખાતાઓ મુખ્ય કેન્દ્ર સાબિત થયા છે. બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં NCCRP પોર્ટલ પર 193 ફરિયાદો લિંક થયેલી હતી, જેમાં 282 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. જ્યારે કેનરા બેંકના એક ખાતામાં 97 ફરિયાદો સાથે 37 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા. આમ, માત્ર આ બે જ ખાતાઓ મારફતે કુલ 310 કરોડથી વધુની રકમની હેરફેર થઈ હતી. દેશભરના 290 નાગરિકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે આ નેટવર્ક દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રહેતા આશરે 290 જેટલા નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રોકાણના નામે ઊંચા વળતરની લાલચ, વિવિધ ઓનલાઈન ટાસ્ક અને અન્ય સાયબર કરતૂતો કરીને મેળવેલી કરોડોની રકમ આ ભાડે રાખેલા મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ડિજિટલ પુરાવાના આધારે 5 આંતરરાજ્ય સાયબર ઠગ ઝડપાયા સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. ઝણકાત અને તેમની ટીમે સૌપ્રથમ એક આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ અને ડિજિટલ પુરાવાના આધારે અલગ-અલગ ટીમો બનાવીને વેરાવળ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાંથી વધુ 4 આરોપીઓ દબોચી લેવાયા હતા. પકડાયેલા આરોપીઓમાં આકાશ ભરતકુમાર પાલા (વેરાવળ), હિરેન રાજગોર (રાજકોટ), આશુતોષ ઠાકર (દેવભૂમિ દ્વારકા), અજય દાફડા (રાજકોટ) અને દીપકગીરી અપરનાથી (વેરાવળ) નો સમાવેશ થાય છે. ઓળખના દસ્તાવેજો ભાડે ન આપવા પોલીસની ખાસ અપીલ મહત્વની ચેતવણી: આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ ગીર સોમનાથ પોલીસે જનતાને કડક અપીલ કરી છે કે, કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાના બેંક ખાતા, મોબાઈલ નંબર, પાન કાર્ડ કે અન્ય ઓળખ પત્રો ભાડે અથવા ઉપયોગ કરવા માટે ન આપવા. આવા ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થાય છે અને તેના કારણે મૂળ ખાતાધારકે પણ જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કાનાલુસમાં રિલાયન્સ દ્વારા સમાજવાડીનું ખાતમુહૂર્ત:2000 લોકોની ક્ષમતાવાળી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે
    Next Article
    બનાસકાંઠામાં વાતાવરણ પલટાયું, ખેડૂતો ચિંતિત:પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment