Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો પરેશાન:વઢવાણના કોઠારીયાની 2000 વીઘા‎જમીનમાં કપાસના પાકમાં નુકસાન, સૂકારો આવ્યો‎

    10 hours ago

    વઢવાણ તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે વઢવાણ તાલુકાના અનેક ગામોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ત્યારે કોઠારીયા ગામના 100થી વધુ ખેડૂતોની 2000 વીઘા જમીનમાં કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું હોવાની ખેડૂતોમાં રાવ ઉઠી હતી. જેમાં સૌથી વધુ માર કપાસના પાક પર પડ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. મોટા ભાગે બીટી કપાસનો પાક છે એટલે અંદાજે રૂ. દોઢથી બે કરોડનું નુકસાન ખેડૂતો જણાવે છે. વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે સ્થિતિ ચિંતાજનક છે. અહીંના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખેડૂતો કાનજીભાઈ રાજપૂત, શંકરભાઈ વિઠ્ઠલભાઈ લકુમ, ગગજીભાઈ હૈયાભાઈ લકુમ, દુલયતભાઈ ડાહ્યાભાઈ લકુમ, રમેશભાઈ બેચરભાઈ સોલંકી અને પ્રવીણભાઈ લખુભાઈ સતપારા વગેરે જણાવ્યું કે ગામના 100થી વધુ ખેડૂતોની 2000 વીઘા જમીનમાં કપાસના ઊભા પાકમાં 50 ટકાથી વધુ નુકસાન થયું છે. સરકાર વહેલી તકે વળતર આપે તેવી અમારી માંગ છે. કારણ કે જેમ જેમ ખેતરોમાંથી પાણી સુકાઈ રહ્યું છે, તેમ તેમ પાકમાં ભારે સુકારો આવતો હોવાનું નજરે પડી રહ્યું છે. પાકમાં સુકારો એટલે શું? સુકારો એ મુખ્યત્વે જમીનજન્ય ફૂગ કે બેક્ટેરિયાથી થતો ગંભીર રોગ છે. જમીનમાં રહેલા આ સૂક્ષ્મ જીવો છોડના મૂળિયાં દ્વારા અંદર પ્રવેશીને પાણી અને પોષક તત્વો પહોંચાડતી જલવાહક પેશીઓને બ્લોક કરી દે છે. પરિણામે, જમીનમાં પૂરતો ભેજ હોવા છતાં છોડ સુધી પાણી પહોંચતું નથી અને તે મુરઝાઈ જાય છે. લીલો સુકારોમાં પાંદડાં પીળા પડ્યા વગર લીલે-લીલા જ કરમાઈને નમી પડે છે અને છોડ અચાનક સુકાઈ જાય છે. પીળો સુકારોમાં પાંદડાંની કિનારીઓ પહેલા પીળી પડીને સુકાય છે અને ધીમે-ધીમે આખો છોડ સુકાઈ જાય છે. ખેતરમાં લાંબો સમય પાણી ભરાઈ રહેવાથી જમીનમાં દ્રવ્ય ઓક્સિજન ઘટી જાય ખેતરમાં લાંબો સમય પાણી ભરાઈ રહેવાથી જમીનમાં દ્રવ્ય-ઓક્સિજન ઘટી જાય છે, જેનાથી છોડના મૂળ નબળા પડે છે. જેમ જેમ ખેતરનું પાણી સુકાય છે અને તડકો નીકળે છે, તેમ જમીનમાં ભેજ અને ગરમીનું પ્રમાણ વધતાં ફૂગ ઝડપથી સક્રિય થાય છે. નબળા પડેલા મૂળિયાં પર આ ફૂગ તુરંત આક્રમણ કરે છે, જેથી લહેરાતો પાક અચાનક સુકાવા લાગે છે.
    Click here to Read More
    Previous Article
    ટુ-વ્હીલરની FN સિરીઝમાં 99 નંબર વેચાયા:સ્પેશિયલ નંબરોની હરાજીમાંથી RTOને 6.44 લાખની આવક
    Next Article
    हरभजन सिंह के दावे की Punjab Police ने खोली पोल! Harbhajan Singh Zombie Drugs Video Controversy |AAP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment