Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોપારી ખાવાની બાબતે થયેલા ઝઘડાનો કરુણ અંત.:જૂનાગઢમાં સોપારી ખાવાની બાબતે પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો; સારવાર દરમિયાન પત્નીનું મોત થતાં ગુનો હત્યામાં પલટાયો.

    1 day ago

    જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં સોપારી ખાવાની નજીવી બાબતે શરૂ થયેલો ઘરેલુ વિવાદ એક અત્યંત ગંભીર અને કરુણ ઘટનામાં પરિણમ્યો છે. બે દિવસ પહેલા પતિએ પત્ની પર સોપારી ખાવાની વાતને લઈને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન જ્યોતિ સોલંકી નામની ભોગ બનનાર મહિલાનું મોત નીપજતાં સમગ્ર મામલો હવે હત્યાના ગુનામાં ફેરવાઈ ગયો છે. આ ઘટનાને પગલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી ભોલા સોલંકીની ધરપકડ ગણતરીની ગણતરી કલાકમાં જ કરી લીધી હતી. ​મૃતક મહિલા પોતાના પતિ ભોલા સોલંકી સાથે રહેતી હતી. ઘટનાના દિવસે બંને સવારના સમયે મહિલાના પિયર પક્ષના ઘરે ગયા હતા, જ્યાં મકાન સમારકામનું કામકાજ ચાલી રહ્યું હતું. દિવસ દરમિયાન બધું સામાન્ય રહ્યું હતું, પરંતુ બપોર પછી પતિ ભોલાએ પત્નીને સોપારી ખાવાની બાબતે ઠપકો આપતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. તે સમયે હાજર પરિવારના સભ્યોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો અને સાંજના સમયે બંને પોતાના ઘરે પરત ફરી ગયા હતા. પરંતુ ઘરે પહોંચ્યા બાદ બંને વચ્ચે ફરીથી એ જ બાબતે ઝઘડો શરૂ થયો હતો. ગુસ્સામાં અંધ બનેલા આરોપી ભોલા સોલંકીએ પત્નીને બેફામ ગાળો આપી ઢીંકાપાટુનો નિર્મમ માર માર્યો હતો. એટલું જ નહીં, ઉશ્કેરાઈ ગયેલા પતિએ કોઈ બોથડ પદાર્થ વડે પત્નીના માથાના ભાગે જોરદાર પ્રહાર કરતાં તેને માથામાં જીવલેણ અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાની ગંભીરતાને જોતાં પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તે લાંબા સમય સુધી બેભાન હાલતમાં રહી હતી અને આખરે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ​આ મામલે સી ડિવિઝન પોલીસે આરોપી પતિ ભોલા સોલંકી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. અગાઉ પત્ની હોસ્પિટલમાં હોવાથી પતિ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો, પરંતુ ગત રાત્રે પત્નીનું મોત થતાં હવે સી ડિવિઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી છે. હાલ પોલીસ દ્વારા હુમલામાં વપરાયેલા સાધનો અને અન્ય પુરાવાઓ એકત્ર કરીને આગળની સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન:160થી વધુ દબાણો તોડી આંબા તળાવની 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે, વર્ષોથી વસવાટના પુરાવા હશે તો મકાન ફાળવાશે
    Next Article
    કાનાલુસમાં રિલાયન્સ દ્વારા સમાજવાડીનું ખાતમુહૂર્ત:2000 લોકોની ક્ષમતાવાળી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment