Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં વાતાવરણ પલટાયું, ખેડૂતો ચિંતિત:પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

    3 days ago

    બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો છે. જિલ્લાના પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા અને વડગામ સહિતના વિસ્તારોમાં આકાશમાં વાદળો ઘેરાયા છે. આ અચાનક આવેલા વાતાવરણના બદલાવથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને બાજરીના પાકની લણણીના સમયે આવા વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતો ભયભીત બન્યા છે. જો આ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે તો બાજરી સહિતના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને આશા હતી કે, બાજરીનો સારો પાક મળશે, પરંતુ હવે વાતાવરણના પલટાથી તેમની મહેનત પર પાણી ફરી વળવાનો ડર સતાવી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળો છવાયેલા રહેતા ખેતીકામ પર પણ અસર પડી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ₹310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ:‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’; દેશભરના 290 ભોગ બનનારાઓની રકમ ટ્રાન્સફર કરનાર ટોળકીના 5 આરોપી ઝડપાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં વેલનાથ પ્રગતિ મંડળે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો:ચૂંવાડીયા ઠાકોર સમાજની વાડી ખાતે સાંસદ સિહોરાની પ્રેરક ઉપસ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment