Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વેલનાથ પ્રગતિ મંડળે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો:ચૂંવાડીયા ઠાકોર સમાજની વાડી ખાતે સાંસદ સિહોરાની પ્રેરક ઉપસ્થિતિ

    3 days ago

    સુરેન્દ્રનગરમાં વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા પર્યાવરણ જાળવણી અને 'ગ્રીન સુરેન્દ્રનગર'ના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શહેરની ચૂંવાડીયા ઠાકોર સમાજની વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડી.સી.એફ. ગોસ્વામી, ભાજપના પ્રકાશભાઈ કોરડીયા, સમાજના પૂર્વ કોર્પોરેટરો અને 70થી વધુ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. સાંસદ ચંદુભાઈ સિહોરાએ વાડીના પરિસરમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ સિહોરાએ પર્યાવરણ જતનનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું એ સૌની નૈતિક ફરજ છે. તેમણે વેલનાથ પ્રગતિ મંડળના આયોજનને અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંડળના હોદ્દેદારો અને ચૂંવાડીયા ઠાકોર સમાજના આગેવાનોએ માત્ર વૃક્ષો વાવવા જ નહીં, પરંતુ તેના ઉછેર અને સંપૂર્ણ રક્ષણની જવાબદારી લેવાનો પણ સંકલ્પ કર્યો હતો. વેલનાથ પ્રગતિ મંડળના પ્રમુખ અને હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સાંસદ, સમાજના શ્રેષ્ઠીઓ અને ઉપસ્થિત તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં વાતાવરણ પલટાયું, ખેડૂતો ચિંતિત:પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
    Next Article
    બેફામ દોડતા ભારે વાહનોને કારણે બેના મોત:એસપી રિંગ રોડ પર સ્કૂલ બસે અજાણ્યા યુવક અને ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment