Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેફામ દોડતા ભારે વાહનોને કારણે બેના મોત:એસપી રિંગ રોડ પર સ્કૂલ બસે અજાણ્યા યુવક અને ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત

    3 days ago

    શહેરના SP રિંગ રોડ પર સ્કૂલ બસ અને ડમ્પર ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવતા બે લોકોના મૃત્યુ થયા છે. રિંગ રોડ પર કાકાના ઢાબા નજીક સ્કૂલ બસના ચાલક દ્વારા રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા યુવકને ટક્કર મારતા ટાયર નીચે આવી ગયો તો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે સનાથળ-બાકરોલ રોડ પર એક્ટિવા પર જઈ રહેલા દંપત્તિને ડમ્પર ચાલકે ટક્કર મારતા વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકનું સારવારમાં મોત મળતી માહિતી મુજબ, સવારે એક ચાર્ટડ કંપનીની સ્કુલ બસના ચાલક અવેશ આસીફભાઇ મોકમજીવાલા (રહે. ફતેવાડી કેનાલ સરખેજ) YMCA કલબ તરફથી ચલાવી S.P. રિંગ રોડ કાકાના ઢાબા (મુમદપુરા) ઓવરબ્રિજના નીચે સર્કલ નીચેથી બોપલ તરફ બસને ટર્ન લઈ નીકળતા હતા. ત્યારે રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા 28 વર્ષીય યુવકને ટક્કર મારી હતી, જેથી યુવક ટાયર નીચે આવી જતા શરીરે ઈજાઓ તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. વૃદ્ધ પર ડમ્પરના ટાયર ફરી વળ્યાં જ્યારે સાણંદના ગરોડિયા ગામે રહેતા પ્રહલાદજી ઠાકોર તેમના પત્ની સાથે એક્ટિવા લઈને બાકરોલ ગામે જવા માટે નીકળ્યા હતાં, ત્યારે સનાથલ- બાકરોલ રોડ ઉપર અજાણ્યા ડમ્પર ચાલક દ્વારા પ્રહલાદજી ઠાકોરના એક્ટિવાને ટક્કર મારી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા. ડમ્પરના પાછળનું ટાયર પ્રહલાદજીના ઉપર ફરી વળતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. આ બાબતે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં. ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચ્યું હતું. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વેલનાથ પ્રગતિ મંડળે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો:ચૂંવાડીયા ઠાકોર સમાજની વાડી ખાતે સાંસદ સિહોરાની પ્રેરક ઉપસ્થિતિ
    Next Article
    મીઠાપુર પોલીસે 41 દારૂની બોટલ જપ્ત કરી:બે બુટલેગર ઝડપાયા, ₹25,666નો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment